Shri Bhaandevji
ભગવાન શ્રીકૃષ્ણ અને ગીતા એક જ સિક્કાની બે બાજુ. હિન્દુ શાસ્ત્રોમાં પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ તેમના મુખે કહેવાયેલી શ્રીમદ ભગવદ્ગીતા અને તેમના દ્વારા થયેલી લીલાઓનું છે. શ્રી ભાણદેવજી શ્રીકૃષ્ણ અને ગીતાને
₹325.00
Naazir Dekhaiya
આ ‘નાઝિર'નું સમગ્ર સર્જન એક સંપુટમાં વાચકો-ભાવકોના હાથમાં આપતાં અનહદ આનંદની લાગણી થાય છે. પ્રકાશનનો ઉદ્દેશ ‘નાઝિર'ની ગઝલોને ચાહનારાઓને એમનું સઘળું કાર્ય ઉપલબ્ધ કરાવવાનો છે. ‘નાઝિર'ના પ્રકાશિત સંગ્રહોની ગઝલો ઉપરાંતનું જે કાર્ય ઉપલબ્ધ છે એ સઘળું અહીં
₹475.00
જીતેન્દ્ર દવે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવવાનો આગ્રહ રાખતા તેની વિગતવાર વાત કરે છે આ પુસ્તક ‘બીજી ઓક્ટોબર’. સ્વયમ્ ગાંધીજીએ તેમની વર્ષગાંઠ ભાગ્યે જ ઉજવી હશે પરંતુ તેમના અંતેવાસીઓ, આશ્રમના કાર્યકરો, રાજકારણીઓ, ત્યાં સુધી કે તેમના વિરોધીઓ
₹250.00
Team Coconut
Complete Graphical story of Movie - Chaal Jeevi Laiye
₹1,000.00
કાજલ ઓઝા વૈદ્ય
₹1,800.00
R. D. Patel
પુસ્તકનું આખું શીર્ષક છે, ‘કશું જ મારા હાથમાં નથી તોયે લાઇફ ઓકે’. આ શીર્ષક જ પુસ્તકમાં સગ્રહાયેલા 21 લેખોની તાસીર સ્પષ્ટ કરી આપે છે. લેખો રોજ-બ-રોજના જીવનમાં પેદા થતી પરિસ્થિતિઓને વાસ્તવિક તેમજ વ્યવહારુ રીતે મૂલવતાં શીખવે છે. લેખક આર. ડી. પટેલ
Kirit Goswami
રંગીન ચિત્રો અને રસાળ શૈલીમાં કહેવાયેલી નવીનક્કોર ૧૫ મજાની બાળવાર્તાઓનાં ત્રણ પુસ્તકો એકસાથે. જેમાં ક્યાંક ગિટાર વગાડતા ઉંદરભાઈ છે તો ક્યાંક સ્કૂલે જતાં કીડીબહેન. હૅન્ડસમ હાથીભાઈ અને બંદરની દોસ્તી છે, ડરપોકમાંથી બહાદુર બનતું ખિસકોલીનું બચ્ચું છે.
₹375.00
ધીરુબેન પટેલ
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set with such colourful and vivid illustrations, which opens up a whole new world of imagination in a
₹540.00
Tushar Shukla
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહેજ મોળું થઈ ગયેલું જીવન ગળ્યું થઈ જાય અને જીવનમાં એક વિશિષ્ટ ઊર્જા ઉમેરાઈ જાય એવુંય બને. તુષાર શુક્લ
₹200.00
Chandrakant Topiwala
સાહિત્યનાં વિવિધ પાસાંને સમજવા વિવેચનનો આધાર મહત્ત્વપૂર્ણ બની જાય છે. ‘અંતરાલ’માં વિવેચનની સમજ આપતા લેખોની સાથે ગુજરાતી સાહિત્યનાં તાજેતરમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સમીક્ષા પણ સામેલ છે. સમય, ભાષા, રચના, જગત, સર્જક અને વાચક. સાહિત્યને સમજવા માટેનાં આ
₹175.00
Anandita Raiyani
આપણા ધર્મમાં ૧૮ પુરાણો આવેલાં છે. આ પુરાણોના પાઠથી મનવાંછિત ફળ પ્રાપ્ત થતાં હશે... પણ આજે આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પાછળ દોડી રહેલો માણસ ટેન્શન અને સ્ટ્રેસથી પરેશાન છે. આવા સમયે એને હાસ્યથી હળવોફૂલ બનાવવા સૌરાષ્ટ્રનાં લેખિકા લઈને આવ્યાં છે એક નવું
Bhavin Gopani
જેમની બાનીમાં ‘આધુનિકતાય છે અને પરંપરા સાથે પણ મજબૂત સંબંધ છે’ એવા યુવા ગઝલકાર ભાવિન ગોપાણીની પસંદગીની 108 ગઝલોના સંગ્રહ ‘અગાશી’માં સરળ ભાષામાં ‘અલંકારોના કે પંડિતાઈના ઘટાટોપ વગર’ ગઝલો લખાઈ છે. ભાષા સરળ હોવા છતાં એમની કાવ્યબાનીમાં જીવન વિશેનું ઊંડું
Uttam Mevada
‘અજવાળિયું’ એટલે કે, છાપરા કે દીવાલમાં મૂકેલું જાળિયું. છાપરા કે મકાનમાં પ્રકાશ અને પવનની આવજા થઈ શકે એ માટેનો એક માર્ગ. સામાન્ય રીતે મકાન બાંધનાર આર્કિટેક કે કારીગર દીવાલ અને ખાસ કરીને પછીત ઉપર કોઈ પહોંચી ન શકે એટલી ઊંચાઈએ નાની બારી મૂકે. એ માંડ
ખેડા જિલ્લાના નરસિંહપુરા ગામમાં આવેલું ત્રિભુવનભવન એક વૈભવી ભૂતકાળની સાક્ષી પૂરતું ઊભું છે. મોટા ઓરડા, અસલ કોતરણીવાળું રાચરચીલું, વાડી અને બગીચાવાળું આ ભવન ત્રણ-ત્રણ પેઢીની યાદોને પોતાનામાં સમાવી આજે ખખડધજ હાલતમાં ઊભું છે. પરંતુ એમાં રહેતી વેણુ અને
Babu Suthar
બાદરાયણના ‘બ્રહ્મસૂત્ર’નું પહેલું સૂત્ર છે: अथातो ब्रह्मजिज्ञासा॥ એટલે કે; હવે અહીંથી બ્રહ્મ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય છે. એ સૂત્રના આધારે બાબુ સુથાર એક બીજું સુત્ર બનાવે છે: અથાતો ઇલિકાજિજ્ઞાસા ॥ એટલે કે; હવે અહીંથી ઇયળ વિષયક જિજ્ઞાસાનો આરંભ થાય
₹150.00
Paresh Bhatt
આ પુસ્તકમાં સંસ્કૃત એટલે ફક્ત ભાષા જ નહીં, પરંતુ એ સમયનું સમાજજીવન, એ સમયની સમાજવ્યવસ્થા, એ સમયનું ગણિત, વિજ્ઞાન, એ સમયે સાહિત્યમાં કટાક્ષ, દલિતો પણ સંસ્કૃત હતા જેવી અનેક બાબતો આવરેલી છે. કાલિદાસનું કાવ્ય-માધુર્ય કે તત્ત્વજ્ઞાનથી ભરપૂર રામાયણ –
₹350.00
Rajendra Patel
સાહિત્યિક નિબંધોનું આ પુસ્તક રાજેન્દ્ર પટેલનાં સર્જનાત્મક લેખન અને વિવેચકીય દૃષ્ટિકોણને દર્શાવે છે. પુસ્તકમાં ભોગીલાલ ગાંધી અને નારાયણ દેસાઈ તથા નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલ સાથેના સાહિત્યને ઉપકારક એવા લેખકના વૈચારિક સંવાદો છે; સાથે સાથે નોબૅલ
₹125.00
Vinesh Antani
આકસ્મિક મૃત્યુના પ્રચંડ ધડાકા પછી ચારે બાજુ વેરાયેલી અસંખ્ય કરચોની જેમ પરિવારમાં પાછળ રહી જતી વ્યક્તિઓનું જીવન વેરણછેરણ થઈ જાય છે. મૂળ ઘટનાના અનુરણનો એમના મન અને જીવનમાં પડઘાતાં રહે છે. સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીની એવા અનેક પ્રતિઘોષની અત્યંત
₹275.00
આ શ્રીધર... કોઈ પણ હોઈ શકે? ડેરાતંબુ ઉપાડતાં પહેલાં એક છેલ્લી નજર નાખી લેવાનું કોને મન ન થાય? કશુંક રહી ગયું, આડુંઅવળું મુકાઈ ગયું, સાફસૂથરું ન થયું એનો ઝીણો અજંપો લઈને જવાનું કોઈને ન ગમે. થોડોક વખત હોય તો બધું ઠીકઠાક કરી નાખવાની ઇચ્છા પણ થાય. એ
₹140.00
આર્જેન્ટીનાનાં લેખક એરિયલ ડોર્ફમેનની નવલકથા “The Rabbit’s Rebellion” સરમુખત્યારોને ઉઘાડા પાડતી કથા છે. પોલીશ લેખક જાનુસ્ઝ કોરાઝાકેની નવલકથા “King Matt The First”માં એવી કલ્પના છે કે એક બાળક રાજા બને તો શું થાય? બ્રિટીશ લેખિકા ક્રીસ્તીના સ્વિનેય
Vicky Trivedi
વિકી ત્રિવેદીનો આ નવો ગઝલસંગ્રહ છંદ, રદીફ અને કાફિયાના પ્રયોગોને લઈને અનોખો છે. એક શેરમાં દિગ્ગજ ક્રિકેટરોની લાક્ષણિકતાઓને ઉપયોગમાં લઈ ઈશ્વરને ફરિયાદ કરતાં કહે છે: ‘મને ઈશ્વર સચિન જેવો બનાવીને જ રહેવાનો, એ મારી સામે દુઃખના બૉલ અખ્તર જેમ ફેંકે
પુસ્તકસમીક્ષા કે વિવેચન મારી સર્જનપ્રવૃત્તિમાં નગણ્ય સ્થાન ધરાવે છે. વિવેચન વાંચવું ગમે, પરંતુ એ લખવામાં રુચિ નહીં. એથી મેં એ દિશામાં સભાનતાપૂર્વક કામ કર્યું નથી. પુસ્તક વાંચવા લઉં ત્યારે મુગ્ધ ભાવકની જેમ એનો આનંદ માણું. કોઈ કૃતિ ગમે તો માથે ચડાવું,
Kanji Patel
ભારતની ગ્રામીણ અને આદિવાસી સંસ્કૃતિના કવિ અને સર્જક કાનજીભાઈનું સાહિત્ય હિન્દી, મરાઠી, કન્નડ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં અનૂદિત થયું છે. ભારતીય આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાઓના સંચયમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. બચપણમાં વડવાઓ પાસેથી સાંભળેલી
કેન્ટ હારુફની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘Our Souls At Night’નો વીનેશ અંતાણી દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘અમારી રાતોનો ઉજાસ’. સિત્તેર વર્ષની આસપાસ પહોંચેલાં બે એકાકી વૃદ્ધોને પોતાની એકલતા સતાવે છે. એવામાં વૃદ્ધા વૃદ્ધને રાતે એની પાસે સૂઈ જવાનો પ્રસ્તાવ
Raman Soni
ગુજરાતી સાહિત્યપ્રકારમાં સૌથી ઓછો ખેડાયેલો અને સૌથી વધુ પડકારજનક પ્રકાર એટલે હાસ્ય નિબંધ. એક સંશોધક, સંપાદક અને વિવેચક તરીકે પ્રખ્યાત રમણભાઈ સોની ચરિત્રનિબંધકાર અને હાસ્યનિબંધકાર પણ છે એ વાત ઓછા લોકો જાણે છે. લગભગ એક દસકા પહેલાં પ્રગટ થયેલા તેમના
Jigar Sagar
Description
₹450.00
જીવતી જિંદગી સાથે અલિપ્ત રહેવાની વાત.
પોપટલાલ કોહલી
આદિવાસી, દેશી સમાજ અને તેમના સાહિત્ય વિશેના લેખો ધરાવતા આ પુસ્તકમાં કાનજીભાઈ આદિવાસી સંસ્કૃતિ
Daksha Patel
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે : નચિકેત, છોડ આ યમનો ઉંબરો અને પોતાની હઠ, પોતાની જિજ્ઞાસા સાથે આવ કવિના દ્વારે, જ્યાં કવિતા જણાવશે સાફસાફ કે મર્યા
સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિકાસ માટે અષ્ટાંગયોગ સિવાય કોઈ રસ્તો નથી. તે ફક્ત શરીરને તંદુરસ્ત રાખવા માટે જ નહીં બલ્કે મન, બુદ્ધિ,
₹300.00
Rajnikumar Pandya
ત્રીસી વટાવી ચૂકેલો યુવાન મોહિત લગ્ન માટે કન્યાઓ જોતાં-જોતાં અનાયાસે જ પોતાના મિત્ર સુરેશની દીદીને જોઈ બોલી ઊઠે છે, ‘અહા, કેટલી સુંદર!’ અને સર્જાય છે સુંદર પ્રેમકથા. ઘાસલેટની એજન્સીના માલિકનો દીકરો મોહન ઊતરતી કોમની સુધીના પ્રેમમાં પડે છે. આ સંબંધનો
ઘોંઘાટ રહિત, શાંત અને સૌમ્ય રીતે પોતાની કવિતામાં વિદ્રોહનો સૂર રેલાવનાર કવિ કેદારનાથ સિંહ હિન્દી સાહિત્યનું પ્રચલિત નામ છે. આપણી આસપાસ દેખાતી તમામ વસ્તુઓ અને પાત્રો કેદારનાથજીના કાવ્યનો સ્ત્રોત બને છે. ઘરે કામ કરવા આવતો ગામડીયો મજૂર અને તેનું મૌન
Paresh K. Bhatt
ઇન્ટરનેટના આ યુગમાં આમ જુઓ તો સંચાર ઝડપી બન્યો છે, પરંતુ માણસ માણસ વચ્ચેનું અંતર પણ વધ્યું છે. અનેક વિકલ્પોની વચ્ચે જીવતો માણસ તનાવ, નિરાશા જેવા માનસિક રોગોનો શિકાર બનતો જાય છે. આવા સમયે એને મોટિવેશનલ વાતાવરણની ખૂબ જરૂર પડે છે. આજે જ્યારે સોશિયલ
મનોહર ત્રિવેદી
શ્રી મનોહર ત્રિવેદીને વ્યક્તિ તરીકે હું આદરપાત્ર ગણું, પણ કવિ તરીકે તો પ્રિય જ કહું. એમનાં કાવ્યોમાં આવતી તળની મહેક મને આજેય લોભાવે, પણ આજે મારે એમના એક જુદા વ્યક્તિત્વની વાત કહેવી છે. કવિ તરીકે તો તેઓ સફળ જ રહ્યા છે, પરંતુ બાળકાવ્યોના સર્જક તરીકે એ
Rizwan Kadri
સન્ 1866માં લંડનથી પ્રસિદ્ધ થયેલા એક ગ્રંથમાં અમદાવાદની એ સમયની તસવીરો આલેખાયેલી છે, જ્યારે અમદાવાદની વસ્તી એક લાખની આસપાસ હતી. શહેર ફક્ત કોટ વિસ્તારમાં જ સીમિત હતું. આજે અમદાવાદ દસે દિશામાં એટલું બધું વિસ્તર્યું છે કે મૂળ શહેરનું કદ તો કોઈ પર
આ પુસ્તિકામાંના નિબંધો ત્રણચાર મિનિટમાં વાંચી શકાય એવા લઘુનિબંધો છે પણ એમાં, કળીમાંથી ફૂલ ખીલે એમ સહજપણે સર્જકની વિચારલીલા ખૂલતી જાય છે ને ખીલતી જાય છે. સંવેદનની ભિનાશવાળા આ નિબંધો વાતવાતમાં વાચકને વિચારતો કરી દે છે ને એમાંનો સર્જક ઉદ્ગાર એને
કોઈને બીડી, સિગારેટ કે દારૂનું, તો કોઈને પૈસા, પ્રતિષ્ઠા, સત્તાનું - વ્યસન કોને નથી? આપણે જે પણ કાંઈ કરીએ છીએ શું એ વાજબી છે? ઇઝ ઇટ વર્થ? સંબંધો સાચવવા તો કેવી રીતે? આપણે ભણેલા છીએ કે ગણેલા, એ નક્કી કેવી રીતે થાય? જીવવું તો કેવી રીતે? આવા અનેક
ચરણ ચાલ્યા કરે ગંતવ્ય સ્થાન દૂર જતું જાય થાક લાગી શકે પણ એને સ્વીકારાય નહીં બસ, ચાલવાનું ચાલતા રહેવાનું પરંતુ જેનો અંત જ ન દેખાતો હોય તે પથ પર શી રીતે ચાલવાનું? કેટલું ચાલવાનું?
₹115.00
Kalpana Palkhiwala
સમાચારની દુનિયામાં કામ કરવા માગતા યુવાનો અને એ દુનિયાના તમામ પાસાં જોવા-સમજવા માગતા સામાન્ય જન માટે આ પુસ્તક ઉપયોગી થઈ પડશે. આકાશવાણીમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સમાચારવાચક-સહ-ભાષાંતરકાર અને પાછળથી કોરસ્પોન્ડન્ટ તરીકેના જાત-અનુભવનો આમાં નીચોડ
₹225.00
ઈશાન: કેટલીક વાર વહેમ પડે છે કે ઈશ્વરે એક નહીં, પણ બે દુનિયા બનાવી હશે. એક આપણા જેવાને રહેવા માટે - જ્યાં આપણે સુખી થઈએ, દુઃખી થઈએ, એકબીજા જોડે લડીએ, કંઈક નાની-મોટી ગેરસમજો કરીએ અને એકબીજાનું મોં નહીં જોવાના શપથ લઈએ, આપણી ખોટી રહેણીકરણીથી જાતજાતના
Sanju Vala
‘આજ અનુપમ દીઠો’ – જેમ શીર્ષક સૂચવે છે તેમ કવિને આંતરચક્ષુના ઊઘડવાથી પરમ ચેતનાનાં દર્શન થયાં છે અને નરસિંહ અને મીરાની જેમ તેમને દરેક દિવસ, દરેક ક્ષણ અનુપમ ભાસે છે. આ અલૌકિક અનુભવ પછી લાધેલી જળકમળવત્ અવસ્થાને કવિ કલમ દ્વારા વ્યક્ત કરવા ચાહે છે અને
Sugna Shah
‘ખાપછાડા’ એટલે કે અસંબદ્ધ, એકની સાથે બીજાનો મેળ નહીં એ વાત કવિએ સાર્થક કહી છે. કલ્પનાની એક અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે. સમજુ ડોશીને પાંચ વડસાસુઓ હોય જે મીઠું પાનમાં નાંખે અને ચુનો શાકમાં નાંખે. કૅલિફોર્નિયા નામની છોકરીની લગ્નના બજારમાં માગ વધી જાય અને
₹425.00
Shailesh Parekh
‘આત્મપરિચય’ શીર્ષક અત્યંત સૂચક છે. અહીં આત્મકથા નથી, જીવનવૃત્તાંત નથી, માત્ર પોતાની અંગત દ્રષ્ટિએ પોતાનો પરિચય આપવામાં આવ્યો છે. હકીકતો અને વિગતોને અહીં સ્થાન નથી. આ લેખોમાં જીવનના વિવિધ તબક્કે (૪૩, ૫૦, ૫૬, ૭૦ અને ૭૯ વર્ષની ઉંમરે) રવીન્દ્રનાથે કરેલા
મોક્ષ, નિર્વાણ, સ્વર્ગ, સમાધિ... આ બધા ખ્યાલો આ જીવનની પેલે પારની બાબત છે. ભગવાનને પામવાની વાત કે જીવનની ધન્યતાને અનુભવવાની વાત એ શાસ્ત્રોની બાબત નથી. આધ્યાત્મિક બનવાની વાતને રોજબરોજના જીવન સાથે સંબંધ છે. ધાર્મિક રીતરિવાજ કે ક્રિયાકાંડને
અનિશા અને કિશનની પ્રણયકથા... આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી... પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે. પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી, આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે. જો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન,
₹650.00
ડૉ. શ્યામા મજુમદારની હૉસ્પિટલમાં અડધી રાતે એક ઘવાયેલો દર્દી આવે છે. એનો ચહેરો જોઈને શ્યામાનો ભૂતકાળ કોઈ છંછેડાયેલા નાગની જેમ ફેણ ઉઠાવે છે. દર્દીને મારી નાખવો કે જિવાડવો એ ફક્ત શ્યામાના નિર્ણય પર આધારિત છે. ડૉ. શ્યામા એ દર્દીને બચાવે છે... અને
₹550.00
રવીન્દ્રનાથ ટાગોરના જીવનના અંતિમ દાયકામાં તેમની નિકટ રહી તેમની સેવા કરનાર રાણી ચંદ તેમના વિવિધ મિજાજ અને વાતોને પુસ્તકમાં કંડારે છે. ગુરુદેવ વહેલી પરોઢે સૂર્યોદયનું સ્વાગત કરી પોતાના નિત્યક્રમ પતાવી લખવા બેસતા. ક્યારેક તેમના અતિપ્રિય શિમૂલના ઝાડ
આપણી આસપાસ કેટલું બધું હોય છે. વસ્તુઓ, વ્યક્તિઓ, વૃક્ષો, વાદળો, પશુપંખીઓ, શાકભાજી, ફેરિયા વગેરે. પ્રત્યક્ષ નજરે આપણાથી અલગ લાગતું આ બધું જ આમ તો આપણા જીવનનો અને આપણી દુનિયાનો ભાગ હોય છે. જેની સાથે આપણે સંવેદનના તાંતણે જોડાયેલા હોઈએ છીએ. આ જ
Yogesh Joshi
કવિવર ઉમાશંકર જોશી એ નોંધ્યું છે કે ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’. આસ્વાદ થકી કૃતિ લોકહૃદય સુધી પહોંચે છે. આ વિધાન કવિ યોગેશ જોશીને આપણી ભાષાના ઉત્તમ કવિઓ અને કૃતિઓનો રસપાન કરાવતા લેખો લખવા પ્રેરે છે. 1980થી શરૂ થયેલ આ સફર એક પુસ્તક સ્વરૂપે રજૂ થાય છે.
Ramesh Parekh
સંજય વૈદ્ય દ્વારા સંપાદિત કવિ શ્રી રમેશ પારેખનાં ચુનંદા સર્જનો અને તેમની સર્જનયાત્રાનો પરિચય કરાવતું પુસ્તક ‘ઇમોશન્સ’. સર્જકતાથી ફાટફાટ થતો કવિ કહો કે પછી કશુંક ભાળી ગયેલો કવિ, પોતાનાં અનન્ય કાવ્યસર્જનોથી આબાલવૃદ્ધ ગુજરાતી વાચકના હૃદયમાં સ્થાન
Chandrakant Bakshi
જાણીતા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક ચંદ્રકાંત બક્ષીના ઈગોનો જાણે ઑલ્ટર ઈગો છે. પાલનપુરમાં જન્મી કોલકાતામાં રહી ગુજરાતી સાહિત્ય વિપુલ સર્જન કરનાર બક્ષીબાબુનું સાહિત્ય એટલે સત્યનો આયનો.
Chinu Modi
કવિ શ્રી ચિનુ મોદીના સ્વર્ગવાસ પછી એમની જૂની હસ્તલિખિત બે ડાયરીઓ મળી આવી, ‘ઈર્શાદગઢ’માં ‘ધાંધલ-ધમાલ’ શરુ થઈ – એ ડાયરીઓને ગ્રંથસ્થ કરવાની. ગઝલ, ગીત, દોહા, મુક્તછંદ કાવ્યો, બાળ કાવ્યો વગેરેથી ડાયરીનાં પાનાં ઉભરાઈ રહ્યાં હતાં. આ અપ્રગટ રચનાઓને ગ્રંથસ્થ
₹400.00
આજે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અસ્તિત્વ માત્ર ચલણ અને ફોટાઓ પૂરતું
ધારો કે, આપણામાં રહેલું કોઈ આપણને કેદ કરે અને એમાંથી મુક્ત થવા આપણે શું નું શું નથી કરતા? પરંતુ એક સર્જક એમાંથી મુક્ત થવા કવિતાઓ લખે છે અને સર્જે છે પોતાનાં હોવા/અસ્તિત્વ સાથે મળેલ આંતરિક વ્યથાઓને વાચા આપતો સંગ્રહ. આ સર્જક એટલે ફિલાડેલ્ફીયા સ્થિત
Udayan Thakker
આ ઉપહારમાં છે શું?’ ‘વાર્તાઓના આસ્વાદ : મેઘાણી, મડિયા, સુરેશ જોષી...’ ‘હાસ્યનિબંધોના આસ્વાદ પણ ખરા... બકુલ ત્રિપાઠી, જ્યોતીન્દ્ર દવે, વળી રમણભાઈ નીલકંઠની નવલકથા, ભદ્રંભદ્ર... અને પુ. લ. દેશપાંડે...’ ‘દેશપાંડે એટલે પેલા મરાઠી હાસ્યલેખક?’ ‘હા,
Bhupat Vadodaria
માણસે પોતાના ભણતરને પોતાનું જ એક અંગ બનાવવાનું છે અને પોતાના સમગ્ર વ્યક્તિત્વ અને એકંદર હીરમાં તેને ભેળવી દેવાનું છે. ગમે તેવી ઊંચી કે મોટી ડિગ્રી તમને મજબૂત બખ્તર જેવી લાગે, પણ આવા કોઈ પણ બખ્તરની કિંમત મર્યાદિત છે. ખરી કિંમત તમે જે કંઈ ભણ્યા-શીખ્યા
Chandrakant Sheth
ઉમાશંકર જોશી... ગુજરાતી ભાષાના શિરમોર સાહિત્યકાર જેમણે પોતાની છ દાયકાની સર્જનસાધના દરમ્યાન ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન સાહિત્યવારસો આપ્યો છે. આ પ્રશિષ્ટ સાહિત્યકારની કાવ્ય ઉપલબ્ધિઓ અને સાહિત્યક વલણો કવિ ચંદ્રકાન્ત શેઠને નિરીક્ષણ અર્થે પ્રેરે છે અને
₹1,750.00
Pravin J. Patel
આ પુસ્તકમાં રજૂ કરેલા સૉક્રેટિસ સાથેના કાલ્પનિક સંવાદો વાચકોને અનેક રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. એક તો, આ સંવાદોમાં, મુખ્યત્ત્વે ભારતના સંદર્ભે, કરેલી અનેક ધાર્મિક, સામાજિક, રાજકીય, અને સાંસ્કૃતિક મુદ્દાઓની, તાર્કિક અને ગહન ચર્ચા વાચકોને સામાજિક એકતા
Dinesh Kanani
આપણને કોઈ પૂછે કે જીવન કેવું? તો આપણે કહીશું એકદમ મસ્ત. પરંતુ ગઝલકાર દિનેશ કાનાણી જીવનની સાચી તસવીર એક શેરમાં રજૂ કરે છે - બસ ચિઠ્ઠીના ચાકર જેવું જીવન થઈ ગયું છે રસ્તા વચ્ચે સાંકળ જેવું જીવન થઈ ગયું છે. નવાં જ કલ્પનો અને વિચારો સાથે પોતાની વાત
SATISHCHANDRA VYAS 'SHABD'
ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાના શિરમોર સર્જક મહાકવિ કાલિદાસ, જેમનાં કાવ્યો અને નાટકોએ સાહિત્યરસિકો ઉપર અમીટ છાપ છોડી અને સદીઓ પર્યંત વાચકોને આકર્ષિત કર્યા. કાલિદાસનાં શરૂઆતનાં સર્જનોમાંનું એક ગીતિકાવ્ય ‘ઋતુસંહાર’ જેમાં એમણે ગ્રીષ્મ, વર્ષા, શરદ,
Rajesh Vyas ‘Miskeen’
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એટલે એવા ગઝલકાર જેમણે ગુજરાતી ગઝલની ક્ષિતિજોને વિસ્તારી, ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય સાધ્યો, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે, અને ગુજરાતી
‘મારે મન ગઝલ એ મારી જાત સાથેનો સંવાદ છે’ કે પછી, ‘મારી ગઝલ એ આ દુનિયા સાથે, ઈશ્વર સાથે, પ્રિય પાત્ર સાથે કરેલી વાતચીત છે’ એવું રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ શા માટે કહે છે એ તેમના આ આઠમાં ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે ભાવકને નવેસરથી સમજાય છે. ‘એ સમથિંગ
હારવાના, મુંઝાવાના અને મલકાવાના પ્રસંગો કોના જીવનમાં નથી આવતા? કોઈ સદ્ભાગીને સુખ મળે છે. કોઈને દુઃખ અને બાકીનાઓને જીવનની ધુળિયાવાટે એક લાંબી નીરવ દડમજલ. એમનું શું થયું તે જાણવા અને ધીરુબહેન પટેલી પ્રવાહી શૈલી માણવા સાદ્યંત વાંચવી પડે ‘એક ડાળ મીઠી’.
આ દુનિયા જેવી છે તેવી શું એક ભલા માણસને સહન કરી શકે? એને છેક લગી ભલો રહેવા દઈ શકે? આ દ્વંદ્વયુદ્ધમાં કોણ જીતે છે અને કોણ હારે છે તે જાણવાની ઉત્સુકતા જાગે તો આ પુસ્તક વાંચ્યે જ છૂટકો!
એક પુરુષને પ્રેમ કરતી છોકરીને જ્યારે બીજા પુરુષ સાથે પરણવાની ફરજ પાડવામાં આવે ત્યારે એ જેને પ્રેમ કરે છે તે પુરુષને એ ભૂલી ન શકે તો એક સમયે એને ‘રાધા’ કહીને પૂજવામાં આવે જ્યારે બીજા સમયમાં એને બેવફા, ચાલુ કે સ્લટ કહીને ઉતારી પાડવામાં આવે! આપણા
₹600.00
Khalil Dhantejvi
રજૂ કરીએ છીએ ખલીલતધનતેજવીસાહેબની જાણીતી નવલકથા.
મહેન્દ્ર, માધવી અને રીમાની આ કથા, પરિણય, પ્રણય અને પીડાની કથા છે. ‘એક સાંજને સરનામે’ સમયના કાગળ પર સંબંધની શાહીથી લખાયેલો એક એવો પત્ર છે, જે વારંવાર પાછો ફરે છે... ક્યાંય પહોંચતો નથી! માધવી અને મહેન્દ્ર.... ફરિયાદ વગર, ઝઘડ્યા વગર અદ્ભુત જીવ્યાં.
Nitin Vadgama
નીતિન વડગામાની કવિતાઓ પ્રિયતમા વિશે લખાયેલી ગઝલો નથી. એમની ગઝલોમાં વારંવાર એક શબ્દ આવે છે `સંકેત.’ આ સંકેતને ઉકેલતાં-ઉકેલતાં ક્યાં તો સંકેત ઉકેલાયો તેવી આ ગઝલો છે. કોઈ સંતનું વ્યક્તિત્વ કેવું હોય? એ પગલાં કેવાં હોય? એ સંકેત કેવા હોય? તે આ ગઝલોમાં
‘એકાન્તદ્વીપ’ને લેખકે નવલકથા કહી છે પરંતુ દેખીતી રીતે જ એ નવલકથા નથી. એમાં પાત્રસંખ્યા નવલિકાની સામાન્ય અપેક્ષા કરતાં પ્રમાણમાં વધારે છે અને કથાનાયક સિવાયનાં પાત્રો પણ એમાં કેન્દ્રગામી થતાં રહે છે એટલે એને નવલિકાના વર્ગમાં પણ મૂકી શકાય તેમ નથી.
₹160.00
Dr. Bharat Gohel
ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસથી સભર કાવ્યોની પરંપરા આદિકાળથી ચાલતી આવી છે. ભરતભાઈ આ પરંપરામાં પોતાનો આગવો સૂર ઉમેરે છે. ગોંડલ સ્થિત પૂજ્ય નાથાભાઈ અને રમાબેનના સાનિધ્યમાં આવતા ભરતભાઈને ઈશ્વર અને પરમતત્વ સાથે તાદાત્મ્ય કેળવાતું જાય છે. પોતાની આ
Sanjay Vaidya
સુપ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા સંપાદિત લોકપ્રિય કવયિત્રી પન્ના નાયકનાં ચુનંદાં સર્જનો રજૂ કરતું પુસ્તક ‘એમરલ્ડ’. અમેરિકાની આબોહવામાં રહીને ગુજરાતી કવિતાના શ્વાસ શ્વસનાર કવયિત્રી પન્ના નાયકે અછાંદસ કાવ્યો, ગીતો, લેખો, વાર્તાઓ એમ વિવિધ સાહિત્ય
Father Valles
જાણીતા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા સંપાદિત આ પુસ્તકમાં છે ફાધર વાલેસના ચુનંદ નિબંધો સાથે સંજયભાઈ દ્વારા કૅપ્ચર કરાયેલી ફાધર વાલેસની અદ્ભુત ક્ષણો. સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક સવાયા ગુજરાતી એવા ફાધર
Shaunak Joshi
વિપુલ માત્રામાં લખાતી ગઝલો વચ્ચે જ્યારે કોઈ નવો અવાજ આવે ત્યારે ભાવકોના કાન સરવા થઈ જાય છે. પૂરતી સમજણ અને નિષ્ઠા સાથે ગઝલકર્મ કરતો આ નવો અવાજ છે યુવા ગઝલકાર શૌનક જોશીનો. આ કવિ પાસે એક સારી ગઝલ કહેવા માટે જરૂરી તમામ બાબતો જેવી કે શુધ્ધ છંદોવિધાન,
છેલ્લા એક દશકમાં પોતાના આગવા મિજાજ અને અનોખી બાની સાથે મુશાયરાઓ ગજવનાર કવિ ભાવિન ગોપાણીએ ગઝલરસિકો સાથે સર્જકોને પણ આકર્ષ્યા છે. પરંપરાથી અલગ વિષયો પર ગઝલ કહેનાર ભાવિનભાઈની શાયરીમાં વિષયવૈવિધ્ય સાથે તાજપ જોવા મળે છે. પ્રકૃતિ સાથે જાતને આત્મસાત્ કરતા
‘કંઈક/કશુંક/અથવા તો...’ કવિ સંજુ વાળાનો સંવર્ધિત રચનાઓ સાથેનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ. સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં માનવહૃદયનાં ઋજુ અને બારીક સંવેદનોને ઝીલતા આ કાવ્યસંગ્રહમાં છે રમતિયાળ લય ધરાવતાં ગીતોનો વૈભવ અને હૃદયસોંસરવી ઊતરી જતી ગઝલોનો અસબાબ. ક્યાંક
સ્ત્રી ઈશ્વરનું સુંદરતમ સર્જન છે અને સંબંધ એ સ્ત્રીનું ઉત્તમ સર્જન છે! સીતાથી શરૂ કરીને સની લિઓની સુધી... રઝિયા સુલતાનથી શરૂ કરીને રેખા સુધી...ગંગાસતીથી શરૂ કરીને ગાયત્રીદેવી સુધી... દરેક સ્ત્રી સ્વભાવ, પ્રકૃતિ, શરીર અને સંવેદનાથી ભિન્ન છે. એને જે
₹850.00
ભારતી રાણે
પ્રવાસવર્ણનો, લલિત નિબંધો, નવલકથા જેવા સાહિત્યપ્રકારોમાં ખેડાણ કર્યા બાદ લેખિકા ભારતી રાણે ટૂંકી વાર્તાઓ પર કલમ અજમાવે છે. તેમની વાર્તાઓનું પોત સ્વપ્નો અને કલ્પના કરતાં જિવાતી જિંદગીની વાસ્તવિકતાથી બંધાયું છે. વિવિધ દેશોના પ્રવાસ દરમિયાન તેમને થયેલા
Ramanik Someshwar
રમણીક સોમેશ્વર ઘડી વાર પણ ભૂલવા દેતા નથી કે આ નિબંધો સંવેદનશીલ કવિએ લખ્યા છે. નિબંધ લખતી વેળા એ કવિતામાં વિચારે છે, એમનું ગદ્ય અનેક જગ્યાએ કાવ્યપંક્તિ બની જાય છે, વિચારની સાથે સંવેદનોની ઝાંય ઝબકાવતું રહે છે, જાણે વિવિધ રંગી સ્ફુલ્લિંગો ચારે બાજુ
“કરાર” એટલે બે પક્ષકારો વચ્ચે થયેલ સમજૂતીનો લેખિત પુરાવો. જેમાં એક પક્ષકારની દરખાસ્ત અને બીજાની સ્વીકૃતિને કાયદાકીય મહોર મારવામાં આવે છે. પરંતુ કુદરત અને માનવી વચ્ચે પણ એક વણલખ્યો કરાર અસ્તિત્વ ધરાવે છે. જે અનુસાર કુદરત વગર કોઈ અપેક્ષાએ માત્ર
Nidhi Mehta
જિજ્ઞાસા અને કુતૂહલથી છલોછલ બાળમાનસમાં ડૂબકી મારી તેમને રુચે એવી સાહિત્યસામગ્રી લઈને આવતાં લેખિકા નિધિ મહેતા પોતાની ૧૭ વાર્તાઓ દ્વારા બાળકોને મોજમસ્તી સાથે જીવનના પાઠ ભણાવે છે. - કાળુ કાગડો પોતાની ખૂબી ઓળખી સફાઈકામદાર બની માણસોનો ફેવરિટ બની જાય છે.
Madhu Rye
1980નાં દાયકાનો ઉત્તરાર્ધ એટલે આજના કમ્પ્યૂટર મહાશયનો ભાંખોડિયા ભરવાનો સમય યુવા પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય કે તે વખતે કમ્પ્યુટરની RAM 2 MB હતી અને હાર્ડડ્રાઈવ 20 MB. અને જો 4MB અને 40MB મળે તો ભયો ભયો. એ સમયે એક ગુજરાતી લેખક, આજનાં કમ્પ્યૂટર યુગની
Kiran Oza
ભારતના અવકાશ કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ‘મિશન ચક્રવ્યૂહ’ એકસાથે નવ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવા જઈ રહ્યો છે. કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, પરંતુ અંતિમ ઘડીએ જ મિશનના વડાના કમ્પ્યુટર સ્ક્રીન પર ખતરાની ઘંટી વાગે છે અને તેઓ લૉન્ચ થઈ રહેલા યાનને
રવીન્દ્રનાથ ટાગોર એક અદ્વિતીય સર્જક અને વિચારક હોવાની સાથે વિજ્ઞાનમાં પણ રસ ધરાવતા હતા. તો બીજી તરફ જગતને થિયરી ઑફ રિલેટિવિટીની ભેટ આપનાર વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન સંગીતમાં ઊંડી સમજ ધરાવતા હોવાની સાથે તેમને માનવતાને સ્પર્શતા દરેક પ્રશ્ન સાથે
Dr. Ashok Patel
કૅફેની એક આગવી ઓળખ હોય છે! દાખલ થાવ, ને એક માદક ખુશબૂ દોડતી આવે ને તમને વળગી પડે! ચટકંતા રંગો... તમને હાથ ઝાલી, અંદર તેડી જાય! ક્યાંક ગુસપુસ ચાલતી હોય, ક્યાંક વાતો, ક્યાંક અટ્ટહાસ્ય તો ક્યાંક નજરોની મુલાકાતો! એકલું ના લાગે! ભર્યું ભર્યું
Ankit Trivedi
અંકિત ત્રિવેદીની મૂળભૂત તાસીર એક સંવેદનશીલ કવિની હતી, છે અને રહેવાની છે તે સત્યની નક્કર પ્રતીતિ કરવી હોય તો આ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈ જવું. 83 ગઝલો, 17 ગીતો અને છ અછાંદસ મળીને કુલ 100 પદ્યકૃતિઓનો આ સંગ્રહ ભાવકને એક વિશિષ્ટ સંવેદનસૃષ્ટિમાં લઈ જાય
રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલાં અને ગુજરાતીમાં તંતોતંત અનુવાદ થયેલાં ભારતની ચાર ભાષાના કુલ ચૌદ કવિઓનાં કાવ્યોને સમાવતું આ પુસ્તક વિષયવૈવિધ્ય અને અભિવ્યક્તિની તાજગીનો અનુભવ કરાવે એવું છે. વ્યક્તિથી સમષ્ટી સુધી વિસ્તરતી મનોભાવચેતનામાંથી નીપજતો કાવ્યધ્વનિ
Pradip Khandwalla
આ પુસ્તકમાં લાગતાં અંગ્રેજીનાં 202 કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં તો લાખોની સંખ્યામાં કાવ્યો લખાયા છે અને અનૂદિત થયાં છે. એમને પ્રતિનિધિત્વ આપવાનું અહીં ગજું નથી. લગભગ હજારેકની આસપાસ બ્રિટિશ, અમેરિકન, ભારતીય અંગ્રેજીમાં લખેલાં અને
₹700.00
Vinod Oza
પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. એમની ભીતરી ભોંયમાં જે સતત બંધાતું રહ્યું, વીખરાતું રહ્યું અને એમાંથી જે કંઈ કાગળ ઉપર ઠલવાયું એ બધામાંથી તારવી-સારવીને
કાવ્ય, નવલકથા, વિવેચન, વાર્તા, નિબંધ, બાલવાર્તાઓ-ગીતો – એમ સાહિત્યનાં તમામ સ્વરૂપ સાથે સુપેરે કામ પાડનાર કવિશ્રી મનોહર ત્રિવેદીના નવતર સંગ્રહ ‘કહો કે ના કહો’ એ ગીતો, ગઝલો અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. ગીતો કવિને હાથવગાં નહીં, પણ હૈયાવગાં છે, તેથી
‘જે કોઈ મારે રોજ બડાઈ, એની ખરી થાય ભવાઈ!’ આ વાર્તા બે નાના ઉંદરો - કાકુ અને માકુની છે. ઉંદરો માટે તેમની પૂંછડી માનનું પ્રતીક હોય છે. જેની પૂંછડી લાંબી અને જાડી હોય એનો બીજા ઉંદરો વચ્ચે રુઆબ પડે, એવી ખરાબ માન્યતામાંથી ઉપજતી રમૂજની આ વાર્તા છે. માકુ
₹75.00
ખબર નહીં, આ લખાણ ક્યાંથી આવે છે? માના ધાવણ જેવું છે! ખબર નહીં, ધાવણ... ક્યાંથી આવે છે? વિચાર આવવો ને વિચાર લાવવો એમાં ફરક છે! એક organic છે, બીજું ભેળસેળીયું! લાડ, લાગણી, પીડા, પ્રસન્નતા... ઉભરાવી જોઈએ. એ ઉભરો શાહી બની કલમમાં ઝીલાવો જોઈએ. એ પછી,
Hemant Punekar
આજકાલ ગઝલો વિપુલ પ્રમાણમાં લખાય છે. એકંદરે છંદોબદ્ધ રચના લખનારાઓનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ‘કાગળની નાવ’ લઈને ગઝલની વૈતરણી પાર કરવા નીકળેલા કવિ ચોક્કસ ગઝલને ભાળી ગયા છે. તે ગઝલના શાસ્ત્રના અભ્યાસુ છે અને ગઝલની નાડ નજાકતથી પકડે છે. કાગળની નાવની ગઝલ
જીવનમાં સલામતી અને સમૃદ્ધિ એ બે જ સૌથી મહત્ત્વનાં છે એવું જ્યાં લગી સ્ત્રીઓ માનતી રહેશે ત્યાં લગી એમને કદી પોતે સંપૂર્ણપણે માનવ છે એવી પ્રતીતિ થવાની નથી. આ સંદેશ જીવનમાં ઉતારવો કદાચ મુશ્કેલ પડે પણ અમૂલ્ય છે અને સ્ત્રીત્વના ગૌરવની પ્રતિષ્ઠા કરનારા છે
ગુજરાતી ભાષાસાહિત્યમાં કિશોરકથાઓ પ્રમાણમાં ખાસ્સી ઓછી લખાઈ છે તે વાત સાચી, પણ ધીરુબહેન પટેલ રચિત ‘કાર્તિક અને બીજા બધા’એ આ ક્ષેત્રમાં એકે હજારા જેવું કામ કર્યું છે તે વાત પણ એટલી જ સાચી. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલું આ પુસ્તક વાસ્તવમાં 41 પ્રકરણો
₹500.00
કવિ ચંદ્રકાન્ત ટોપીવાલા જીવનની દરેક ક્ષણ અને દરેક અનુભૂતિને કાવ્યમાં રૂપાંતરિત કરવા હંમેશાં સજાગ હોય છે. આવું તમે પણ માનશો જ્યારે એમના તરોતાજા કાવ્યસંગ્રહ ‘કાલવેગ’માંથી પસાર થશો. પોતાની દીર્ઘકાલીન સર્જનયાત્રાના પરિપક્વ પડાવ ઉપર આવી કવિ ‘વૃદ્ધસંહિતા’
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સર્વપ્રથમ પ્રકાશન છે. કોઈપણ પાનું ખોલીને તમે વાંચશો તો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય તમને તમારી ભીતરની દુનિયામાં લઈ જતું લાગશે. આ કાવ્યો મારી દાયકાઓની ઉપાસનાની જિંદગીનો નીચોડ છે. ભારતના સદ્ગુરુઓ, સંતોના સાંનિધ્યનો,
શું રસોડું હજુય ઘરનું સૌથી અન્ડર-રેટેડ અંગ છે? કદાચ. રસોડું એવી જગ્યા છે, જ્યાં માત્ર ખાવાનું જ નથી રંધાતું, જ્યાં કેવળ વાનગીઓની સોડમ નથી ફેલાતી. અહીં તો સ્ત્રીનાં મન-હૃદયમાં ઘણું બધું બને છે, બાહ્ય અને આંતરિક સ્તરે. ધીરુબહેન પટેલ રચિત ‘કિચન પોએમ્સ’
એક હતો કીનુ. એને બૂટ પહેરવાનું મન થયું તે બૂટ ખરીદવા બજારમાં ગયો, પણ કીનુ કંઈ બે પગવાળો માણસ કે ચાર પગવાળો જનાવર થોડો હતો? એ તો હતો મોટો કાનખજૂરો. અને એને હતા પૂરા સો પગ. એકસાથે કીનુનાં માપનાં સો જૂતાં બનાવવા કંઈ ખાવાનો ખેલ નથી. શિવા મોચીએ તો ધડ્
Harish Meenashru
કાવ્યસંગ્રહ ‘કુંભલગઢ’માં મુખ્યત્વે ગદ્યકાવ્યો અને અછાંદસ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘થોડી અઘરી બાળવાર્તાઓ’, ‘સૃષ્ટિમંડાણની કથાઓ’, ‘વિવેચક વિષે એક બોધકથા’, ‘એક રણાખ્યાયિકા’ કે ‘હિમાખ્યાન’ જેવાં શીર્ષકો - ઉપશીર્ષકો ઇંગિત કરે છે તેમ આ કાવ્યોનાં
ગુજરાતી સાહિત્યમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ વેચાયેલું, સૌથી વધુ વંચાયેલું અને સૌથી વધુ વખણાયેલું પુસ્તક એટલે કાજલ ઓઝા વૈદ્ય લિખીત કૃષ્ણાયન! ભગવાન શ્રીકૃષ્ણએ જેમને પોતાના સાવ અંગત ગણ્યા અને આખું જીવન જે સંબંધોને શ્વાસમાં ભરીને જીવ્યા તે સહુ
Dr. Dinesh Parmar
વિશ્વમાં ઉત્તમ ગણાતું કાર્ય એટલે ‘શિક્ષણ’. વ્યક્તિના જીવન અને ચારિત્રઘડતર માટે આધારભૂત ગણાતું આ કાર્ય સાંપ્રત સમયમાં તેના મૂળ ઉદ્દેશ્યથી વેગળું થઈ રહ્યું છે ત્યારે શિક્ષણકાર્યને પોતાનું જીવનધ્યેય બનાવી વિદ્યાર્થીઘડતરને સમર્પિત શિક્ષક દિનેશભાઈ પરમાર
Raeesh Maniar
કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરોમાંના એક એવા કવિ રઈશ મનીઆરની કલમકલાથી નીપજેલી આ ગઝલો આપણા સહુ કોઈની જીવનસફર દરમ્યાન ભાથું બની
મને આ ‘નામા’ શબ્દ ગમે છે. મનનો સ્વભાવ સ્વૈરવિહાર છે. એ જુએ છે ને જીવે છે એની વાત કરે છે. જેમ એ જમીન પર પગલાં માંડે છે એમ જ કલ્પનાની પાંખેય ઊડે છે. એનું ઉડ્ડયન ગરુડ સરીખુંય હોય છે ને પતંગિયા સરીખુંય હોય છે. ક્યારેક એ સડસડાટ ઊડીને લક્ષ્ય સુધી પહોંચે
શ્રી રજનીકુમાર પંડ્યાની સિદ્ધહસ્ત કલમે એક સત્યઘટના પરથી આલેખાયેલી રોચક નવલકથા.
Lalit Laad (AKA. Mannu Shekhchalli)
હિન્દી સિનેમાના ગોલ્ડન પિરિયડ વિશે માહિતી આપતાં પુસ્તકો તો અનેક હશે પણ આ પુસ્તકમાં મન્નુ શેખચલ્લી એક રસિયા પ્રેક્ષકની નજરથી તેને થોડી રમુજી અને થોડી એક્સ-રે પધ્ધતિથી રજુ કરતાં કરતાં એ જમાનાની ખાટીમીઠી યાદોને હસતાં હસાવતાં વાગોળે છે. જો તમે 50 plus
લગભગ દોઢ દાયકાના અંતરાલ પછી ધીરુબહેન પટેલ નવલકથાલેખનક્ષેત્રે સક્રિય થયાં અને જે નવલ લખાઈ તે ‘કોશેટો અને પતંગિયું’. ઉંમરના એક પડાવે પહોંચેલી સ્ત્રીને પોતાની રીતે જીવન જીવવું હોય તો તે જીવી શકે ખરી? અને; એ એવી ઇચ્છા કરે, સ્વતંત્ર રીતે પોતાનું જીવન
Suresh Parmar 'Soor'
બારમી સદીમાં ઈરાનમાં જન્મેલ મહાન વિભૂતિ જેમને ગણિતજ્ઞ કહેવા કે ખગોળશાસ્ત્રી, યંત્રવિજ્ઞાનના જાણકાર કહેવા કે ભૂગોળશાસ્ત્રી કે પછી ખનીજવિદ્યાના અભ્યાસુ કે સંગીતજ્ઞ તરીકે ઓળખવા? વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનાર ઉમર ખય્યામ સૌથી વધુ જાણીતા
મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!” ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે.
₹2,000.00
Mahendra Joshi
કવિ મહેન્દ્ર જોષી ગીતો અને ગઝલોનાં સર્જક. અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્યસ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’. ક્ષણોની ખીંટીઓ પર ટિંગાળેલાં સ્મરણોને ઊતારીને તેઓ કાવ્યસ્વરૂપે આપણી સામે ધારે છે. જેમાં
ગામડાની અનેક પેઢીઓ મદારીના મોરલીવાદન અને નાગ–નાગિનના ખેલ જોઈને મોટી થઈ છે. નાગપાંચમે શહેર કે ગામડાંમાં જો મદારીનાં પગલાં ન પડે તો નાગદેવતાનાં દર્શન દુર્લભ હોય. ઘણી હિન્દી ફિલ્મોએ એ મોરલીની ટ્યૂનનો ઉપયોગ કરીને લોકોને આધુનિક સ્વરૂપે મોરલીવાદન અને
ગોલગપ્પા જેવો ગોળમટોળ અને ખાવાનો શોખીન ગગન અને સોટી જેવી પાતળી જયુ- એટલે કે જ્યોત્સના- મળે એટલે પ્રેમ તો થાય જ ને! એમાં વળી ભળે છે રસોઈના રાજા એવા ગગનના મગન મહારાજ અને ‘કરમ કઠિયારાનાં અને જાત ગરાસિયાની’ એવો ગગનનો મુફલિસ દોસ્ત ચંદુ. ચંદુને ગમે છે
Makarand Musale
આધુનિક યુગમાં ગુજરાતી કવિતાનો સૌથી લોકપ્રિય પ્રકાર એટલે ગઝલ. નવોદિત કવિ સૌપ્રથમ ગઝલ ઉપર પોતાનો હાથ અજમાવતો હોય છે. મહેફિલો અને મુશાયરામાં ગઝલનો જાદુ છવાતો હોવાથી તેણે દરેક કવિ અને ભાવકને મોહિત કર્યા છે, પરંતુ ગઝલનું નોખું બંધારણ અને અટપટા છંદોને
Rajeshwari Patel
‘જીવન વહેતું ઝરણું છે.’ આ ઉક્તિને સાર્થક કરે છે કુદરતનાં વિવિધ રમ્ય સ્થળોના પ્રવાસે નીકળી પડનાર રાજેશ્વરી પટેલ. બરફાચ્છાદિત પર્વતો, વાદળોમાં ઢંકાયેલી ગિરિકંદરાઓ, હરિયાળી વનસ્પતિમાં ખોવાયેલાં ગીચ અરણ્યો, ટેકરી કે તળેટી પર વસેલાં સુંદર ગામ અને નગરો.
Raju Dave
વિવિધ કલાનાં ક્ષેત્રો અને જાહેર જીવનને સમર્પિત ૧૧ વિલક્ષણ પ્રતિભાઓનું પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે અને જેમની જીવનયાત્રા પ્રેરણાદાયી રહી છે, તેઓની સાથે રાજુભાઈ વિસ્તૃત મુલાકાત કરે છે, અથવા કહો કે ગોઠડી માંડે છે, જેમાં દરેક પ્રતિભાને
ભાણદેવજીએ પ્રાકૃતિક સૌંદર્યનું સ્વર્ગ ગણાતા હિમાલયની ૨૪ યાત્રાઓ કરી છે અને પોતાના અલૌકિક અનુભવોને ૧૮ પુસ્તકોમાં આલેખ્યા છે. આટલું ઓછું હોય એમ પોતાના ૧૯મા પુસ્તકમાં હિમાલયનાં કેટલાંક ગહન અને ગુપ્ત સ્થાનોને ઉજાગર કરે છે. ગંગા નદીના ઉદ્ભવસ્થાન ગોમુખ
ભારતમાતાનાં બે સંતાનો – એક પૂર્વમાં આવેલા બંગાળનાં તો બીજા પશ્ચિમમાં ગુજરાતનાં. એકે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવી બીજાએ જગતના બૌદ્ધિક વર્તુળમાં ભારતને ગૌરવ અપાવ્યું. એક રાષ્ટ્રપિતા તો એક વિશ્વકવિએક મહાત્મા ગાંધી અને બીજા ગુરુદેવ
Hasmukh Tank
‘ગાઓ મજાનાં જોડકણાં’ એ બાળસાહિત્યમાં અનોખી ભાત પાડતો જોડકણાં સંગ્રહ છે. આ સંગ્રહમાં ગુજરાતી જોડકણાંની સાથે ગુજલીશ (અંગ્રેજી શબ્દો સાથેના) જોડકણાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળસાહિત્યમાં તદ્દન નવો જ પ્રયોગ છે. બાળમાનસને સમૃદ્ધ કરતા આ
બાળહઠ કોને કહેવાય! શનિયા નામના ટાબરિયાએ હઠ પકડી કે એને ગાડાના પૈડા જેવડો રોટલો ખાવો છે. મા તો માંડી રડવા ને બાપને ચડ્યો ગુસ્સો. બાપ શનિયાને મારવા એની પાછળ દોડ્યો. શનિયાને રસ્તામાં બાવાજી, કોટવાળ, નગરશેઠ, સેનાપતિ, પ્રધાન અને હરિયો વાળંદ મળ્યા. સૌને
Ruby Jagrut
40 ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ જેમ રંગો કૅન્વાસ પર પ્રસરી જાય, ફેલાઈ જાય અને કોઈ આકાર રચાય તેવા સહજભાવે આ વાર્તાઓ રચાઈ છે. તેમાં ક્યારેક અવનવા સ્નેહનાં સ્પંદનો તો ક્યારેક ક્રૂરતા અને સ્વાર્થની પરાકાષ્ઠાએ સ્થાન લીધું છે. પ્રત્યેક અનુભૂતિની સાથે
શ્રીમતી રાણી ચંદ વર્ષ 1927માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં આવે છે. એક શિષ્યા, સેવિકા અને અનુયાયી તરીકે રાણી ચંદ મોટાભાગનો સમય ગુરુદેવ સાથે વિતાવે છે અને તેમની જીવનયાત્રાના સાક્ષી બને છે. તેમને રવીન્દ્રનાથના વિવિધ સ્વરૂપો જોવા મળે છે.
રવીન્દ્રનાથના અંતિમ દિવસો સુધી એમની સાથે રહેલાં રાણી ચંદ તેમની સહજ વાતો, ચર્ચાઓ અને વિવિધ પ્રસંગોની નોંધ કરતાં રહેતાં. આ દરમિયાન ગુરુદેવના ભત્રીજા અને ભારતીય ચિત્ર અને શિલ્પકલામાં પાયાનું યોગદાન આપનાર અવનીન્દ્રનાથ ઠાકુર પાસેથી તેમને ઠાકુરકુટુંબની
Chandrakant Shah
કવિ, લેખક, નાટ્યકાર, સંચાલક, આયોજક, વાર્તાકાર, ફિલ્મનિર્માતા ને નિર્દેશક કૈંક ઓળખ એમની. વળી પોતાનો આઇટી બિઝનેસ. અમેરિકામાં સંરક્ષણ ખાતા સાથે પણ સંકળાયેલો હોય એવો! પણ એ મળે ત્યારે કોઈ ભાર નહીં, બસ યાર દિલદાર જ મળે. મને સાંભળ્યા વાંચ્યા પછી બહુ
ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ મહત્ત્વના કવિ અને વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના સમગ્ર સાહિત્યના અનુસંધાનમાં ‘આલોચનાત્મક નોંધો’ (Critical notes) દર્શાવતો અને બહુપારિમાણિક તોમજ બહુસ્તરીય સાહિત્યિક સંદર્ભો ધરાવતો આ વિશિષ્ટ ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ નવ
₹750.00
Yusuf Bookwala
ગુજરાતી ગઝલના આકાશમાં અનેક ગઝલકારો સિતારાની જેમ ચમકી રહ્યા છે, પરંતુ કેટલાક ગઝલકારોનું અનોખું પ્રદાન હોવા છતાં તેઓ અલ્પ-પ્રસિદ્ધ રહ્યા છે. આવું જ એક નામ એટલે જનાબ યુસુફ બુકવાલા. માત્ર ચૌદ વર્ષની ઉંમરથી કવિતાનો શોખ ધરાવનાર યુસુફભાઈ તેમની આસપાસ યોજાતા
હિન્દી ફિલ્મોના સફળ અને દિગ્ગજ અભિનેતાનું મલેશિયાની હોટેલના સ્ટીમરૂમમાં રહસ્યમય મોત થાય છે. મીડિયાના અહેવાલો અને પોલીસની તપાસ પરથી તેનું ખૂન થયું હોવાની સંભાવના ઊપજે છે. તેના મૃતદેહને અગ્નિદાહ દેવાની સાથે જ પરિવારમાં તેની અઢળક સંપત્તિ અને સંતાડી
કદી સપનાંઓ અને ઇચ્છાઓ પાછળ, કદી પૈસા અને પ્રતિષ્ઠા પાછળ, તો ક્યારેક વળી સંબંધો પાછળ ક્યાં સુધી દોડતા રહીશું? જ્યારે શરીર અસ્વસ્થ બની જશે, સંબંધો છૂટી જશે, જીવન નિરર્થક લાગશે ત્યારે અટકીશું? એટલે જ લેખક આર. ડી. પટેલ મનુષ્યને ઉંમરના એક પડાવ પર આવીને
શું આજે આપણે અજંપામાં જીવન જીવીએ છીએ એનું એક મોટું કારણ એ નથી કે આપણે સતત સુખનું કાયમી સરનામું શોધવા માટે ફાંફાં મારતા રહીએ છીએ? આ સરનામું ન મળે ત્યારે આપણી સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે - જીવન વિશેના પ્રશ્નો, પોતાની જાત વિશેના પ્રશ્નો, પારસ્પરિક
Bharat Vinzuda
કોઈ પણ ઘટના અચાનક બની રહી હોય ત્યારે કેમેરો લઈને તેનો વિડીયો શુટીંગ કરવા માંડીએ તો તે દસ્તાવેજી ફિલ્મ થઈ ગણાય. કોઈ કલાકૃતિમાં એનો સમાવેશ થાય નહીં. ઉપરાંત દરેક વ્યક્તિનો એક સમય ચાલતો હોય છે.એ સમયમાં એના એક પછી એક બનતા બનાવો ક્રમશઃ મૂકી દેવામાં આવે તો
Chitra Desai (Transl. Panna Trivedi)
ચિત્રા દેસાઈ માટે કાવ્યલેખન પ્રક્રિયા કેવી છે? તે માટે તેઓ એક અત્યંત સુંદર કલ્પન આપે છે તે છે બાજ પક્ષીનું. આ પક્ષી જે રીતે પોતાના આયુષ્યના ચાલીસ વર્ષ પછી તેની ચાંચ ઘસી-ઘસીને કાયાકલ્પ માટે અણીદાર કરે છે અને નવું આકાશ શોધે છે એમ આ કવયિત્રીએ જીવનના એક
હસતા રમતા ઉંદરોના ચૂંચૂંનગરના ચોકમાં આવી ચડે છે એક માઉસ! દેખાવે તો અદલ તેમના જેવું જ, એને મૂછ નથી, પણ લાંબી પૂંછ છે, એ હસતું નથી રડતું નથી, બોલતું નથી ચાલતું નથી, એને જોઈને ચૂંચૂંનગરમાં મચી ગયો છે ઉત્પાત! એવામાં નાના ઉંદર ચૂંઈચૂંઈનો મિત્ર ચિન્ટુ
₹65.00
Yagnesh Dave
પાંચ વિભાગમાં રજૂ થયેલાં આ સંગ્રહનાં કાવ્યો જ્ઞાની-વિજ્ઞાની કવિ યજ્ઞેશ દવેએ એકલાએ રચેલાં છે પણ એકમાં અનેક અવતરેલા કવિઓનો ભેટો થાય છે. આ કવિ પર્યાવરણના નિષ્ણાત તો ગળથૂથીથી પણ ઇતિહાસ-ભૂગોળ અને નૃવંશશાસ્ત્રનાં તથ્યો પણ માણતા રહે છે. શું થશે માણસનું?
માણસને પોતાના જ ડહાપણનો ભાર લાગે એવું બને? હા, બની શકે. શક્ય છે કે સમયના વહેણમાં તરી રહેલા માણસને ખુદનાં સત્યો અપ્રસ્તુત કે અસરહીન લાગવા માંડે. આવી સ્થિતિમાં એ કશુંક ‘આઉટ-ઑફ-ધ-બૉક્સ’ વિચારે, અત્યાર સુધી જ્યાં ક્યારેય જોયું નહોતું એવી દિશામાં નજર
રાજેન્દ્ર પટેલ કવિ થયા ત્યારે આરંભમાં કેવાં અને કયાં કાવ્યો રચ્યાં એ આ સંગ્રહમાં સચવાયાં છે. સંગ્રહનાં બધાં કાવ્ય છંદમાં છે. લો, ગણગણો, પછી મમળાવો... “જુઓ અહીં, વહી રહી નદી રિક્તકાંઠે, / કાલે હતી સભર, આજ ઊભી અભાવે.” સંગ્રહની વિશેષતા એ કે, ગુજરાતીમાં
₹90.00
Jivram Joshi
જીવરામ જોષી (૧૯૦૫-૨૦૦૪)નાં અત્યંત રમૂજી પાત્રો એટલે છકો-મકો. આ છકો-મકો વરસોથી “છકાને માથે ચોટી, મકાને માથે મૂંડો” એવા જોડકણાથી બાળકોમાં પ્રિય છે. છકો છે ઊંચા ઊંચા વાંસ જેવો પાતળો-પાતળો અને મકો છે જાડોપાડો, ગોળમટોળ કોઠી જેવો. બંને ભાઈઓ અભણ છે, સાથે
કવિવર રવીન્દ્રનાથ ટાગોર કંઈ કેટલાયની પ્રેરણામૂર્તિ રહ્યા છે. પરંતુ કવિવરની પોતાની પ્રેરણામૂર્તિ કોણ? જેમણે તેમનાં જીવન અને સાહિત્ય પર ઊંડી અસર પાડી, જેમણે કવિની પ્રતિભાના વિકાસમાં ઊંડો રસ લીધો, એમનું નામ હતું કાદંબરીદેવી. જ્યોતિરિન્દ્રનાથ, જે
આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્યારે એ હોઠ સુધી પહોંચી ગયો હતો. અને, એક બધું જ ગુમાવી ચુકેલી છોકરીને જિંદગીની થાળી છલોછલ ભરી
Badal Panchal
મહાનગર મુંબઈ. સવાર સાંજ દોડતી લોકલ. ટ્રાફિક જામમાં અટકતા વાહનો. ખદબદતી ઝૂંપડપટ્ટીઓ અને કશુંક પામવા દોડી રહેલું માનવ મહેરામણ. આ રોજિંદી ઘટમાળ વચ્ચે જીવન જાણે યંત્રવત્ બની ગયું છે. અને આ જ યંત્રવત જીવનની વચ્ચે યુવા વાર્તાકાર બાદલ પંચાલને દેખાય છે
Jigna Patel
વાર્તા સમાજનું દર્પણ છે. સારો કે વરવો, સમાજનો વાસ્તવિક ચહેરો વાર્તારૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. સદીઓથી આપણો સમાજ રૂઢિગત પરંપરાઓ અને રીતિરિવાજોની બેડીમાં બંધાયેલો રહ્યો છે. આ બેડીઓએ ઘણાં સપનાંની પાંખ કાપી છે તો ઘણી આશાઓના દીપ બુઝાવ્યા છે. આ
Bhavesh Bhatt
ક્યારેક ભરવસંતે તો ક્યારેક પાનખરમાં સમયની ડાળ પરથી દરેકે તૂટવાનું તો છે જ ત્યારે કવિ ભાવેશ ભટ્ટ તૂટવાની પણ એક સુંદર રીત બતાવતાં કહે છે, કોઈ સ્થિતિ બચાવશે ક્યાંથી બળ નહી તો જતનથી તૂટીએ સાંપ્રત જીવનની આવી જ વાસ્તવિકતાઓનું ચિંતન કરી લયબદ્ધ
ભોજા ભગતનો પેલો પ્રસિદ્ધ ગરબો યાદ છે? ‘હાલોને કીડીબાઈની જાનમાં!’ અને ‘હાલાજી તારા હાથ વખાણું, કે પટી તારા પગલાં વખાણું’ કેટલું પ્રચલિત છે! મેઘાણીનું ‘મન મોર બની થનગાટ કરે’ તો કેમ ભુલાય? અને પેલું મીઠ્ઠું મજાનું બાળગીત ‘એક બિલાડી જાડી, એણે પહેરી
હાઇકુ એ ૫-૭-૫નો એક ખેલ નથી. એ કદાચ લીલા છે, આ લીલામય વિશ્વને લઘુસ્વરૂપે સંગોપવાની. તેની દેખાતી સરળતામાં કશુંક સંકુલ ભર્યું હોય, ક્યારેક શબ્દોમાં કહેવાયા કરતાંય વધારે ઇંગિતો કે શબ્દો વચ્ચેની મોકળાશથી કહેવાયું હોય કે ક્યારેક ઇન્દ્રિયો સામે જ હોવા છતાં
Devdutt Pattanaik
મહાભારત - અધર્મ પર ધર્મની જીત પ્રસ્થાપિત કરતું પ્રાચીન મહાકાવ્ય... દેવદત્ત પટ્ટનાયક - વેદ, પુરાણ અને ઉપનિષદોના અભ્યાસુ અને પ્રસિદ્ધ માયથોલૉજિસ્ટ. ‘જય’ - મહાભારતનું મૂળ નામ. આ મૂળ નામની જેમ જ તેમાં રહેલા મૂળ ભાવાર્થ લોકો સુધી પહોંચાડવા દેવદત્ત
₹725.00
આપણી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી ચિનુ મોદી, જેમણે કદાચ સાહિત્યના મોટાભાગના સ્વરૂપોમાં પોતાની સર્જનશક્તિની છાપ છોડી છે. આમ જુઓ તો કેવા મોકળા અને જટિલ અને અનેરું અંગત જીવન-કથાનક ધરાવતા ચિનુ મોદી જ્યારે પોતાનાં અગણિત મિત્રો, મુરબ્બીઓ અને સ્વજનો
માણસને બધું જ માણવું હોય છે, પણ પોતાના સમયને જ માણવાનું ભૂલી જાય છે. આખી દુનિયા સાથે દોસ્તી કરવી હોય છે, પણ પોતાની જાત સાથે જ મિત્રતા કરવાનું ભૂલી જાય છે. સરવાળે થાય છે એવું કે માણસ પોતાના માર્ગથી જ ભટકી ગયો હોય એવું એને લાગવા માંડે છે. થોડુંક
₹265.00
Dr. Sarojini Jitendra
પ્રત્યેક માનવીના જીવનમાં એક ક્ષણ એવી ઊગે છે, જ્યારે તેને પ્રશ્ન થાય છે : હું કોણ છું? એકવીસમી સદી વિજ્ઞાનની સદી છે. વિજ્ઞાનમય વિશ્વમાં જીવન જીવનાર માનવી, જો “માનવ” તરીકેની પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડશે, તો માણસ અને રૉબોટમાં કોઈ
વિકી ત્રિવેદીની ગઝલોનો પ્રાણ છે પીડા. એની કથાનો સાર છે વ્યથા. વિકીનું મૂળ નામ કદાચ વિનોદ છે. પણ આપણને લાગે કે કુદરતે એના હિસ્સામાં વિનોદ ઓછો અને વ્યથા વધારે રાખી હશે. પોતાની અંગત વ્યથાઓ જ ખુદ ઉપાડી ન શકાય એવી વજનદાર હોય ત્યાં આ સંવેદનશીલ માણસ
Dr. Mrugesh Vaishnav
• તમારે જીવનમાં સફળ થવું છે, પરંતુ શું તમે નિષ્ફળતાથી ડરો છો? • શું તમારું પણ કોઈ સ્વપ્ન છે જેને સિદ્ધ કરવું અશક્ય લાગે છે? • તો યાદ રાખો, નિષ્ફળતા એ સફળતાની યાત્રામાં આવતો એક પડાવ છે. • સફળતાની મંજિલે પહોંચવા નિષ્ફળ થવું અનિવાર્ય છે. એટલે જ જીત
Shilpa Choksi
આ પુસ્તક 2007ની કૈલાસ માનસરોવરની 30 દિવસની યાત્રાનું વિવરણ છે. યાત્રાના અદ્ભૂત અનુભવો, કેટલીયે વાર્તાઓ અને દંતકથાઓને આ પુસ્તકમાં આવરી લીધાં છે. પ્રવાસ દરમિયાન આવતાં નયનરમ્ય સ્થળોની સુંદર રંગીન તસવીરો આ પુસ્તકને વિશિષ્ટ બનાવે છે. દરેક વ્યક્તિ - જે
રોજબરોજનું જીવન અનેક દબાણ, ભાર અને ચિંતાઓથી ભરપૂર છે. દરરોજ અનેક સરહદો પર લડવાનું થાય છે. 'એક સાંધે ત્યાં તેર તૂટે છે,' એ પરિસ્થિતિમાં જીવનનું સમતોલપણું લગભગ અશક્ય લાગે. સંતાનોના ઉછેરનો પ્રશ્ન હોય કે જીવનસાથી સાથે સુમેળ સાધવાનો હોય, સંબંધોની સાચવણી
₹335.00
મહેક એ ફૂલોની ઓળખ છે, સદ્ગુણ એ માણસની ઓળખ છે. આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે. આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે. જીવનને તેજસ્વી, ઓજસ્વી અને રાજસ્વી બનાવી દેતા આ
કવિશ્રી પ્રદીપ ખાંડવાળા દ્વારા પ્રથમ અંગ્રેજીમાં રચાયેલાં અને પોતે જ કરેલા ગુજરાતીમાં અનુદિત 300થી વધુ કાવ્યોનો સંગ્રહ છે. પંદર પ્રકરણોમાં વહેંચાયેલો આ કાવ્યસંગ્રહ- ભૂતકાળ અને ભવિષ્યકાળનાં અસ્તિત્વો, સત્યના સત્ય, ઝાંખીઓ, સંબંધો, આપખુદી અને અનુકંપા,
₹525.00
Prakash Trivedi
એક સમય હતો જ્યારે અમેરિકામાં સ્થાયી થવું એ વિદ્યાર્થી તરીકે સંઘર્ષભર્યું હતું. 70ના દાયકામાં બે ગુજરાતી યુવાનો અભ્યાસાર્થે અમેરિકાના જૅક્સન પરગણામાં રૂમમેટ તરીકે સાથે રહેતા હોય છે. નવી આબોહવા, નવી રહેણીકરણી, નવી ભાષા અને નવા રીતરિવાજોમાં ઢળવું, ફાજલ
પ્રેમ જેવી સૌથી અંગત અને ખાનગી લાગણીને ક્યારેય નિશ્ચિત ચોકઠામાં બેસાડી શકાતી નથી. છતાંય તુષાર શુક્લ જેવી સંવેદનશીલ વ્યક્તિ પ્રેમના સંદર્ભમાં એક ચોકક્સ શબ્દાકાર ઊભો કરવાની કોશિશ કરે ત્યારે આકર્ષક પરિણામ આવ્યા વગર ન રહે. પ્રેમની કંઈકેટલીયે વ્યાખ્યાઓ
ધીરુબહેન પટેલના ગદ્યનો નિખાર માણવો હોય તો આ પુસ્તકમાં સંગ્રહાયેલી એમની 36 નવલિકાઓમાંથી પસાર થવું પડે. ‘વિનીનું ઘર’ એક સ્ત્રીની વાત છે, જે સમાજની દૃષ્ટિએ સંભવતઃ ચારિત્ર્યહીન છે, પણ જે વાસ્તવમાં પુરુષને શાતા આપનારી, ડગલે ને પગલે ન્યાયાધીશ બનીને ચુકાદો
આ પુસ્તક પ્રત્યેક વ્યક્તિ દ્વારા અનુભવાતી હતાશાની સામાન્ય લાગણી અને ડીપ્રેશન મનોરોગ વચ્ચેની ભેદરેખા સમજાવે છે. તમારા આંતર મનની વેદના શારીરિક રોગનાં લક્ષણો રૂપે વ્યક્ત થતી હોય ત્યારે તમારા ડિપ્રેશનને કેવી રીતે ઓળખવું એની વિસ્તૃત સમજ આપવાની સાથે સાથે
વાઘની જીભ હરણના શિંગડાથી ચિરાઈ જાય છે. તેથી વાઘ તો કશું ખાઈ શકે નહીં, એટલે ડૉક્ટર લંગૂર પાસે ઑપરેશન કરાવી નવી જીભ ચોંટાડાવે છે. ડૉ. લંગૂરે નાખી આપેલી નવી જીભના કારણે વાઘના સ્વાદના ચટકા કેવા બદલાઈ ગયા એની રસભરી વાત જાણવા માટે વાંચો ‘ડૉક્ટરની ફી’
વતનથી સાત સમંદર પાર વસતો એક કવિ. પોતાનાં માતા પિતાને અંત સમયે પિંડદાન નથી કરી શકતો. ત્યારે તેમના પ્રત્યેના પ્રેમ, માન અને લાગણીને શબ્દોમાં ઢાળી પોતાનાં માવતરને આપે છે કાવ્યાંજલિ અને રચાય છે કાવ્યસંગ્રહ ડોશી, બાપા અને બીજાં કાવ્યો. તળપદા શબ્દપ્રયોગો
બાળકોને ગમે તેવાં નામ, બાળકોને સમજાય એવી ભાષામાં નાની પણ રમૂજપ્રેરક આ વાર્તા છે. કેવું સરસ નામ છે હેં ને! ‘ડ્રેન્ડ્રીડ્રાન્ડ’. આ એક દેડકાનું નામ છે. એ પોતાનું નામ ભૂલી જાય છે! એ જ સમયે એક સમડી એનો શિકાર કરવા તરાપ મારે, પછી.... એવું કુતૂહલ જગાડતી આ
કોમલ રાઠોડ
આશરે ત્રણેક દાયકાની લાંબી સરકારી નોકરી બાદ નિવૃત્ત થયેલા ન્યાયાધીશ પોતાનાં પત્ની સાથે વતનમાં આરામદાયક જિંદગી વિતાવવાની શરૂઆત કરે છે. દુર્ભાગ્યવશ પત્નીનું મૃત્યુ થતાં પોતાના દીકરાના આગ્રહથી મહાનગર અમદાવાદમાં રહેવા આવે છે. વાહનોનો ઘોંઘાટ અને માણસોની
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચાલતી ઊથલ-પાથલ બનીને 'જિંદગી' પળેપળ આપણી સાથે, આપણી આસપાસ અને આપણી ભીતર રહે છે તેમ છતાં આપણે ક્યારેય
Gaurang Thaker
મુશાયરા હોય કે સામયિકો, આગવી શૈલી અને ચોટદાર રજૂઆત સાથે ગૌરાંગભાઈની ગઝલોએ આગવી ઓળખ ઊભી કરી છે. આધુનિક ગઝલ સર્જનમાં પોતીકી કેડી કંડારવાની તેમની રીત આ નવા ગઝલસંગ્રહમાં પણ જોવા મળે છે. આ સંગ્રહમાં કવિ ક્યાંક પાપની વ્યાખ્યા કરતો એક નોખો શેર કહે છે તો
Agan Rajyaguru
આ એકવીસમી સદીના બીજા અને ત્રીજા દાયકામાં અગાઉ કરતા સંખ્યાધિક અને નરવા કવિઓના અવાજ સંભળાય છે. એ બધામાં નોંધ લઈ શકાય એવા કવિ એટલે શ્રી અગન રાજ્યગુરુ. પ્રથમ સંગ્રહ આપ્યા પછી ટૂંકા સમયમાં જ બીજો ગઝલ સંગ્રહ આપનાર કવિ અગન રાજ્યગુરુની ગઝલો વાંચતા એવું લાગે
Shabanam Khoja
શબનમ ખોજા કહે છે કે તેની સાત પેઢીમાં પણ કોઈનો કવિતા સાથે નાતો નથી. એ ગર્વથી તેમાં ઉમેરે છે : `Yes, I am the chosen one!' કવિતા પોતે પોતાના સર્જકને પસંદ કરે ત્યારે તે સર્જનમાં અભિનિવેશ નહીં પણ આભિજાત્ય હોય છે. શબનમની રચનાઓમાં આ આભિજાત્ય શબ્દે શબ્દે
Hemant Dhorada
હજુ આજેય જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્યપ્રકારરૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઊભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે. મૂળ અરબી-ફારસી કાવ્યપ્રકાર હોવા છતાં ગઝલને સમયાંતરે ગુજરાતી ભાષામાં ખેડવામાં આવી છે. ગઝલના મૂળ છંદોની
કિશોર વ્યાસ
સાહિત્યની સમીક્ષાને પોતાના અભ્યાસનો વિષય બનાવનાર અભ્યાસુ કિશોરભાઈ વ્યાસે સાહિત્યનાં વિભિન્ન પાસાં પર પ્રકાશ પાડ્યો છે. ચાર ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકના પ્રથમ ભાગમાં વિવેચનોના અભ્યાસ લેખો પ્રગટ કરાયા છે, જેમાં મુખ્યત્વે સામેલ છે વિવેચક રમણ સોનીના
Shirish Panchal
માનવીના જીવનમાં આવતી કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ તેને અજવાસમાંથી અંધકારમાં ધકેલી દેતી હોય છે. આ અંધકારમાંથી પાછા અજવાસ તરફ જવા મથતો માનવજીવ બની જાય છે તમસલોકનો યાત્રી. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલાં પાત્રોની મનોદશાને વિવિધ વાર્તાઓમાં અભિવ્યક્ત
નવ વર્ષની કાચી વયે પોતાની માતા ગુમાવનાર રાધિકા માટે પિતા અર્જુનકુમાર દીવાન સર્વસ્વ છે. રંગભૂમિના શિરમોર કલાકાર અર્જુનકુમાર અંગત જીવનનો ખાલીપો દૂર કરવા સુમિત્રાને બીજી પત્ની બનાવી ઘરે તો લઈ આવે છે, પરંતુ રાધિકા તેનો માતા તરીકે સ્વીકાર કરતી નથી.
Harshvi Patel
ગઝલ લખનાર કવયિત્રીઓની યાદી બનાવીએ તો ખૂબ જ ઓછા નામ સામે આવે છે. એમાનો એક આગવો અવાજ - હર્ષવી પટેલ. તેમની ગઝલની કલમમાંથી મૌલિકતાની સાથે ખુમારીની સ્યાહી છલકાતી જણાય છે. આ વાતનો પુરાવો તેમનાં અનેક શેરોમાંથી મળે છે. નાનપણથી જ ગઝલની શિબિરો અને સાહિત્ય
Rakesh Hansaliya
સરળ-સહજ બાની અને સીધી અભિવ્યક્તિ એ સાંપ્રત ગઝલનો પ્રવાહ છે. એમાં રાકેશભાઈ પોતાનો આગવો સૂર લઈને આવે છે. મિત્રતા પર અઢળક શેર લખાયા છે. રાકેશભાઈ મોકળા મનવાળા સાથે મિત્રતા કરવાનું કહે છે. જિંદગીનો સાચો આનંદ બાળસહજ નિખાલસતામાંથી મળતો હોય છે. આ વાતને
Hasmukh K. Raval
બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ શારીરિક વિકાસની સાથે તેનું મનોવિશ્વ પણ વિસ્તરતું જાય છે. તે અનેક નવાં સંવેદનો, લાગણીઓ અને ભાવનાઓથી પરિચિત થતું હોય છે. પતંગિયાની પાંખસમા અનેક રંગો તેના અંતરમાં ઝિલાય છે. તેનું કુતૂહલવિશ્વ પણ અનોખું હોય છે, જે દરેક
તીરછી નજર’ એ ‘હાસબિલોરી’ અને ‘શબ્દઠઠ્ઠા’ પછીનો રજનીકુમાર પંડ્યાની હાસ્યરચનાઓનો ત્રીજો સંગ્રહ છે. હાસ્યરચનાનું સર્જન તત્ત્વતઃ તીરછી નજરનો જ ખેલ હોય છે. હાસ્યકારને તીરછી નજરનું વરદાન મળેલું હોય છે. આ તીરછી નજરથી હાસ્યકાર માનવજીવનની વિસંગતિઓને પકડી
Vallabh Nandha
સ્મૃતિઓ જીવનનું અસલી ભાથું છે. બીજું કશું રહે ન રહે, પરંતુ સ્મૃતિઓ હંમેશાં આપણી સાથે રહે છે. કર્મે શિક્ષક અને સ્વભાવે ભાષાપ્રેમી વલ્લભનાંઢા જીવનના સાડા આઠ દાયકા દરમિયાન ભેગું કરેલ અનન્ય સ્મૃતિઓનું ભાથું આપણી સાથે વહેંચે છે એક પુસ્તક સ્વરૂપે. જેનું
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત આ કવિનો એક સુપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ ‘કુછ રફૂ કુછ થીગડેં’...
ઊની પહેરણ પહેરી ખુદની બંદગીમાં લીન રહેતો સંપ્રદાય એટલે સૂફીપંથ. સૂફીપંથના સૂફીસંગીત અને સૂફીનૃત્ય જેટલી જ પ્રભાવક છે સૂફીકથાઓ. આરબ પ્રદેશમાં વહેતી દજલા નદીને કાંઠે ઇસ્લામ ધર્મના અનેક સંતોએ પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉપદેશ આપતી તત્ત્વજ્ઞાનથી છલકાતી
કન્યાવિદાયની કરુણમંગલ ક્ષણ વિષે કેટલું લખાયું છે... ને લખાયું એથી વિશેષ અનુભવાયું છે... એમાં વળી એક પુસ્તક શાને? જે દીકરી દ્વારેથી વિદાય થઈ હશે અને જે દરવાજે એણે ઉંબર ઓળંગીને ગૃહપ્રવેશ કર્યો હશે એ બંને ઘર આ પ્રસંગનો મહિમા અનુભવતા જ હશે. દરવાજે
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા... ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત... સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી. પહેલ પાડેલાં હીરાની જેમ પાસાંદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે
₹290.00
જર્મનીની એક યુનિવર્સિટીના ક્વોન્ટમ ફિઝિક્સના પ્રોફેસર ડૉ. રંગરાજન, નોબેલ પ્રાઇઝવિજેતા છે. અથાગ મહેનત અને ઊંડા સંશોધન બાદ તેમણે બનાવ્યું છે વિજ્ઞાનીઓ માટે સ્વપ્ન ગણાતું ટાઇમ મશીન. દુનિયાથી ગુપ્ત એવા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને કાર્યરત કરવા તેમને
ધર્મ અને અધ્યાત્મ ભારતીય સંસ્કૃતિ અને દર્શનવિદ્યાના બે પાયા છે. પ્રથમ દૃષ્ટિએ એકબીજાના પર્યાયવાચી લાગતા આ બંને શબ્દોના અર્થ અને ઉદ્દેશ જુદા છે. ધર્મ અને અધ્યાત્મ વચ્ચે શું અંતર છે? બંને અલગ હોવા છતાં બંને વચ્ચે શું સંબંધ છે? હિન્દુ સંસ્કૃતિના
પુસ્તકની વાંચનસામગ્રી એના શીર્ષક પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. અહીં ધીરુબહેન પટેલ એક તરફ ઝુમ્મરિયા જાસૂદ અને કામિનીનાં ફૂલથી લઈને શિરીષની કલગી સુધીની વાત કરે છે, તો બીજી તરફ પ્રફુલ્લિત રહેવાની કલા શીખવે છે. તેઓ મુંબઈમાં વિકસેલી એમની લેખનપ્રક્રિયા વિશે પણ
હિરાની પહેલ ભલે અનેક પ્રગટતું તેજકિરણ છે એક લગભગ 35 વર્ષના ગાળામાં લખાએલી છ લઘુનવલો જિંદગીના કોચડાને જુદી જુદી રીતે જુએ છે અને મૂલવે છે. એનું વાચન આપણા મનના કોઈ ખૂણાને સ્પર્શે અને એક નવો જ પ્રકાશ રેલાવે એવી શક્યતા પૂરેપૂરી છે, વાંચી જુઓ તો ખબર
જીવનમાં કેટલીક સત્યઘટના ક્યારેક નવલકથાનું બીજ બની જાય છે. બીજી વાર અમેરિકા ગઈ ત્યારે મને સાચે જ ઍરક્રાફ્ટમાં એ માણસ મળ્યો, જે ગુજરાતી ફિલ્મ બનાવવા અમેરિકાથી આવ્યો હતો. એણે મારી વાર્તા તો ખરીદી, પણ સાથે સાથે કેટલીક એવી વાતો કહી જે મારા મોરલ અને
₹875.00
આધુનિક સમયમાં માનવરૂપે જન્મેલી નાગિન અને ઇચ્છાધારી નાગની પ્રણયકથા આ કહાનીનો વ્યાપ માનવલોક અને નાગલોક એમ બે લોકને સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે નહિ પણ ત્રણ જન્મના અંતરાલો છે. આ નવલકથામાં રાજાઓનો ઇતિહાસ છે, ગુલામીની બેડીઓ છે, સતરમી સદીમાં
Pratistha Pandya
જેમ શીર્ષક સૂચવે છે તેમ, આ સંગ્રહનાં કાવ્યોમાં કવયિત્રી અનેક વિષમ પરિસ્થિતિઓ અને યુદ્ધની વિભીષિકાઓ વચ્ચે પ્રેમ અને માણસાઈ જેવાં સંવેદનોને શોધવાનો પ્રયત્ન કરે છે. પછી એ મહાભારત હોય કે કલિંગનું યુદ્ધ હોય, બીજું વિશ્વયુદ્ધ હોય કે ગાઝા પર થયેલાં
Mayur Khavdu
યુવા લેખક મયૂર ખાવડુ પોતાના પ્રથમ પુસ્તક ‘નરસિંહ ટેકરી’ સાથે ગુજરાતી નિબંધવિશ્વમાં પગરણ માંડી રહ્યા છે. હિરણ નદીને કાંઠે તાલાલા ગીરમાં આવેલી નરસિંહ ટેકરી, જ્યાં વીતેલા બાળપણની દરેક પળને પોતાની સ્મૃતિમંજૂષામાં અકબંધ રીતે સાચવી અને શબ્દદેહ આપી જીવંત
Yogesh Vaidya
શ્રી યોગેશ વૈદ્ય પાસે લાંબો – પચાસ વર્ષોનો અનુભવ છે – પોતાના જીવનનો અનુભવ, શેરી, સમાજ, બજાર, સ્વજનો-પ્રિયજનો, પાડોશીઓ, પર્વો-પ્રસંગો, શિક્ષણ, રાજકાજના વારાફેરા, એકાધિક કસબા-શહેર અને નગરનું રોજિંદું જીવન, ઘરમાંની સંકડાશો સામે હૃદય-મનની સમુદારતાં
Ramchandra Patel
સાંપ્રત ગુજરાતી કવિતાને ગઝલોએ આકર્ષી છે. પરંતુ આધુનિક યુગની શરૂઆતમાં 14 પંક્તિવાળા સૉનેટ ખૂબ પ્રચલિત હતા. પોતાના અભ્યાસકાળ દરમિયાન જ કવિતામાં રુચિ ધરાવનાર રામચન્દ્રને ઉમાશંકર જોશી, સુંદરમ્, રાવજી પટેલ, સ્નેહરશ્મિ જેવા કવિઓના સૉનેટો આકર્ષે છે અને
Anila Dalal
રવીન્દ્રનાથનાં સર્જનોમાં પ્રકટ થતું તેમનું દર્શન તેમને વિશ્વનાં સંસ્કારપુરુષોની સાથે સ્થાન આપે છે. તેમની સર્જકપ્રતિભા સાહિત્ય, સંગીત, કલા, ચિત્ર જેવાં અનેક ક્ષેત્રોમાં પરિસ્ફુટ થયેલી છે. તેમનાં વ્યક્તિત્વનાં ઘણાં સમૃદ્ધ પાસાં છે; તે દેશપ્રેમી,
Dankesh Oza
આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને આદર્શ અધ્યાપકો શોધવા પડે તેમ છે. એવે સમયે વિદ્યાર્થીપ્રિય અને વિદ્યાપ્રીતિ ધરાવતો અધ્યાપક કેવો હોય, જ્ઞાનની ઝંખના કેવી હોય, એ વહેંચવા માટે એ કેવો તલપાપડ હોય એવા અધ્યાપક એટલે નિરંજન ભગત. આપણે ત્યાં કવિઓ
કૉન્ક્રીટનાં જંગલોમાં કેદ થતો જતો માનવી ધીમે ધીમે પ્રકૃતિથી વિખૂટો પડતો જાય છે. આવા સમયે કવિ-લેખક યજ્ઞેશ દવે પોતાના પ્રકૃતિપ્રેમને વિવિધ લલિત નિબંધોમાં ઢાળી આપણને પ્રકૃતિના સાંનિધ્યમાં લઈ જાય છે. જેને જોઈને માણસને અનેરો આનંદ થાય તેવાં પંખીઓના રંગ,
Tushar Vyas
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત. જેનાં પાયામાં તેના ન્યાયતંત્રની પણ વિશિષ્ટ ભૂમિકા રહી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભારતીય ન્યાયતંત્ર અને તેના સ્વરૂપમાં સમયાંતરે ફેરફારો આવતા ગયા છે અને ન્યાયની પ્રક્રિયા વધુ સુગમ, પારદર્શક અને
રાજેન્દ્ર પટેલનાં વાચન-મનનના પરિશીલનના પરિપાકરૂપે આ પુસ્તકમાં લેખો રજૂ થયા છે. જેમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિઓ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, ઉશનસ્, ચિનુ મોદી, નિરંજન ભગતના સર્જન પછવાડેનાં વિશિષ્ટ પરિમાણો તારવ્યાં છે. સાથે જ, ગુજરાતી ભાષામાં
શબ્દ. એ અવાજ કરતાં પણ વધારે મહત્ત્વનો છે. આદિમાનવે આડી-ઊભી-ત્રાંસી લીટીઓ અને ચિત્રો દોરી, એને ગતિમાન બનાવી ભાષાનો આરંભ કર્યો અને સદીઓ જતાં ભાષા વિકસી. આ ભાષાએ આપણને પ્રાથમિક શબ્દો આપ્યા. આમ છતાં અવાજ તો સંદેશ-વ્યવહાર માટે પ્રાથમિક લક્ષણ બની જળવાઈ
જિંદગીને ઉત્સવની જેમ માણો... જિંદગી ફક્ત જીવવા માટે નથી હોતી, પણ સાર્થક કરવા માટે હોય છે. જિંદગીની સાર્થકતા સુખ અને શાંતિમાં છે, જિંદગીની સાર્થકતા પોતાના લોકો સાથે દરેક ક્ષણ શ્રેષ્ઠતાથી જીવવામાં છે, જિંદગીની સાર્થકતા કોઈને મદદરૂપ થવામાં છે અને
અત્યારનો સમય બહુ ફાસ્ટ થઈ ગયો છે. ઇન્ટરનેટે દુનિયાને કમ્પ્યૂટર અને મોબાઇલ ફોનના સ્ક્રીનમાં સમાવીને લોકો સામે ધરી દીધી છે અને માણસ પણ જાણે આખું જગત મુઠ્ઠીમાં હોય એવી રીતે જીવવા લાગ્યો છે. બધાને ટૂંકા સમયમાં ઊંચા થઈ જવું છે. બધું ઝડપથી મેળવી લેવું છે.
સુખ અને દુઃખ એ જિંદગીનાં સનાતન સત્યો છે અને એ પણ સત્ય છે કે બેમાંથી કોઈ જ કાયમી નથી. દુઃખને જીરવવા કરતાં દુઃખને સમજવું જરૂરી છે. માણસ મોટા ભાગે કામચલાઉ રીતે આવેલી સમસ્યાઓને દુઃખ સમજી લે છે અને દુઃખી-દુઃખી થઈ જાય છે. સુખને સરખી રીતે માણવા માટે
ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, - પદપ્રાંજલિનાં પદો નોખી નોખી રીતે ભજનનું હાર્દ પ્રકટાવે છે. પારભૌતિક રહસ્યમયતાને સ્પર્શતો ભાષાયોગ આ પદોની વિશિષ્ટતા છે. આમ તો આ બધાં જ પદો એકસમાન
સુજ્ઞશ્રી અનિલા દલાલે ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન, સંપાદન, સંશોધન વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું છે. એ દરમિયાન તેમણે અનેક વિવેચનલેખો અને અભ્યાસલેખો આપ્યા છે. કવિતામાં તત્ત્વબોધની શરૂઆત કરનાર અગ્રણી કવિ જ્હૉન ડનથી લઈને કબીર, અખો અને રાજેન્દ્ર શાહ
Tejal Shah - Archita Pandya
દરેક વ્યક્તિના જીવનની શરૂઆત એક પરીકથા જેવી હોય છે. સાંપ્રત સમયમાં કુટુંબમાં એક કે બે સંતાન હોવાથી એ કુટુંબનું કેન્દ્ર બને છે. એની મોટાભાગની માંગણીઓ સંતોષાય છે. હસતાંરમતાં ઊછરતાં બાળનાગરિકનાં જીવનપૈડાંમાં ત્યારે પંક્ચર પડે છે, જ્યારે એ વાસ્તવિક
Bhagyesh Jha
કવિ શ્રી ભાગ્યેશ જ્હાનો સંબંધ આમ તો કવિતા સાથે, તેથી વધીને સંસ્કૃત સાથે પણ ખરો. પરંતુ આ બહુઆયામી સર્જક જ્યારે નિબંધો લખવા બેસે ને તેય પાછા પ્રકૃતિમય થઈને, ત્યારે આપણને મળે છે ‘પર્ણમર્મર’. ગ્રામ્ય પરિવેશમાં ઉછરનાર ભાગ્યેશભાઈને નાનપણથી જ પ્રકૃતિ
શ્રી ટોપીવાળાસાહેબનું વિવેચન વિવિધ સૂરોમાં પ્રગટેલ છે. ‘પહોંચનામા’માં એ બધા સૂરો વિસતર્યા છે. ‘પ્રથમ સૂર’માં સાહિત્યની સર્વસામાન્ય વિગતોનો સ્પર્શ છે. ‘મધ્યસૂર’માં મારી મધ્યકાલીન ચેતના અંગે મથામણ છે. ‘નવ્ય સૂર’માં મોટે ભાગે અર્વાચીનકાળનું
Preety Sengupta
બંગાળમાં બનતી એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી એટલે પાંચ મેશાલી, જેના પરથી પરથી પ્રીતિ શાહ-સેનગુપ્તાએ પોતાના નવા પુસ્તકને શીર્ષક આપ્યું, જેમાં સામેલ છે જુદા-જુદા લેખનપ્રકારો, જેમ કે લલિત નિબંધો, પ્રવાસ નિબંધો, વાર્તાઓ, મૌલિક કાવ્યો અને અનૂદિત
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો પ્રત્યેક ગઝલસંગ્રહ એમના ચાહકો માટે એક ઉત્સવ સમાન હોવાનો. આ પુસ્તકમાં એમની 103 ગઝલો સમાવી લેવામાં આવી છે. કવિ પ્રસ્તાવનામાં કહે છે કે ગઝલ ક્યારેક તેમને આખી રાત જાગતા રાખે છે. જિવાતા જીવનનાં નિરીક્ષણો તેમ જ વહેતા જતા સમયના
Dhwanil Parekh
ગુજરાતી કવિતાના આકાશમાં ચોતરફ ફેલાયેલા ગઝલના અજવાળાની વચ્ચે કવિ ધ્વનિલ પારેખ પ્રગટાવે છે અછાંદસ કાવ્યોનો દીવો અને આપણને મળે છે નવો કાવ્યસંગ્રહ ‘પારદર્શક’. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગતાં વિષયો પર રચાયેલાં આ કાવ્યોમાંથી પસાર થતાં કવિની સચોટ અને નવીન
ઇતિહાસના ગર્ભમાં કંઈક કેટલીયે ઘટનાઓની તવારીખ સચવાયેલી છે જેણે માનવજાત અને દુનિયા પર પોતાની દીર્ઘકાલીન અસર છોડી છે. પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે કેટલીક ઘટનાઓએ માનવતા શબ્દના અર્થ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો. યુદ્ધની આડમાં થયેલા એવા નરસંહાર જેમાં નિર્દોષ અને
વ્યક્તિ પોતે નિર્ણય નથી કરી શકતી કે એણે ક્યાં જન્મ લેવો જોઈએ, એણે શું બનીને અવતરવું જોઈએ? જેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતો હશે. આ જ વાત આપણા સમાજે શીખવાની છે! પુરુષની પૂરેપૂરી માનસિકતા ધરાવતું સ્ત્રીનું શરીર કે સ્ત્રીની સંપૂર્ણ
₹950.00
મૂળ સાથે જેમનો મેળ છે અને સત સાથે સુમેળ છે એવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ ચંદ્રકાન્ત શેઠ દસ વર્ષની વયે મહાત્મા ગાંધીથી પ્રભાવિત ચંદ્રકાન્ત ‘એવા બાપુ અમર રહો’ કાવ્ય સાથે પરખે છે પોતાનામાં રહેલી કવિપ્રતિભાને. ‘ક્યાં છો ચંદ્રકાન્ત?’ સ્વયંને પુછાયેલા આ
₹1,500.00
અનાહિતા અને શિવાંગી. સ્ત્રીનાં બે અલગ ચહેરા. એક સંપૂર્ણપણે સમર્પિત, પ્રેમની મૂર્તિ અને બીજી, સ્વતંત્ર અને તેજમિજાજ. બેની વચ્ચે છે કરણ. શિવાંગી ચાહે છે કરણને, અને કરણ ઝંખે છે અનાહિતાને... કરણની સામે પસંદગી છે. એક, એ પિતા જેણે એને ઓળખ આપી, એક
સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીના નિબંધસંગ્રહ ‘પોતપોતાનો વરસાદ’ના નિબંધોમાં એમણે જાત સાથે કરેલી અંગત અને આપણા સૌની વાતો છે. કોઈ સંવેદનશીલ સર્જક મુંબઈ જેવા મહાનગરમાં એકલો પડે ત્યારે એનું ભાવવિશ્વ અલગ જ રૂપમાં પ્રગટ થાય છે. સર્જનાત્મકતાથી છલકાતા આ
Rashmiben Trivedi
શું તમને ‘પોલીએના’ યાદ છે? વિશ્વપ્રસિદ્ધ વાર્તાકાર એનીનોર પોર્ટરની સુપ્રસિદ્ધ અંગ્રેજી નવલકથા, જેનો રશ્મિબહેન ત્રિવેદીએ ગુજરાતી અનુવાદ કરેલો, જે વર્ષ ૧૯૭૫માં પ્રકાશિત થયેલો. આ નવલકથાએ ગુજરાતી વાચકોનાં જ નહીં, પરંતુ લેખકોનાં પણ દિલ જીત્યાં.
ઇન્ટરનેટ અને ઈ-મેઇલના યુગમાં જ્યાં પત્ર લખવાનો રિવાજ નામશેષ થઈ ગયો છે એવા સમયમાં કવિ અંકિત ત્રિવેદી પોતાની શ્રદ્ધાળુ અને સંવેદનશીલ કલમે લખે છે પ્રભુને પત્રો. ક્યાંક પ્રાર્થના, ક્યાંક વિનંતી, ક્યાંક ફરિયાદ અને ક્યાંક આભારની લાગણી... શ્રદ્ધાના પથ પર
Dr. Nimitt Oza
પ્રિય સેલ્ફ પુસ્તકોનું પુસ્તક છે. આ પુસ્તકના દરેક લેખ પાછળનો એક માત્ર ઉદેશ્ય આત્મોદ્ધાર છે. જે મને ગમ્યું છે, એ તમને પણ ગમશે. જે મને ઉપયોગી નીવડ્યું છે, એ તમને પણ ઉપયોગમાં આવશે એવી શ્રદ્ધા અને આશા સાથે આ પુસ્તકનું નિર્માણ થયું છે. એવા પુસ્તકો જે
કેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છે. એમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું જ પડે છે. વાંધા પાડવાની ઑલિમ્પિકમાં આવાં માતા-પિતાને ગોલ્ડ મેડલ મળી શકે એમ છે. સંતાનો તેમ છતાં મૂંગે
Ketan Karia
• પ્રેમ એટલે શું? • પ્રેમ એટલે એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ? • જે પૂરી થાય તો મજા અને ન થાય તો સજા? • શું પ્રેમ કરવો આસાન છે, પરંતુ નિભાવવો મુશ્કેલ? • પ્રેમમાં માલિકીભાવ આવે ત્યારે શું થાય? • પ્રેમ એક સુંદર અનુભૂતિ હોવાની સાથે જ્યારે જવાબદારી બની જાય
Vinod Manek
પ્રેમનો રંગ, પરમતત્ત્વમાં ઓગળી જવાની અલૌકિકતા, જીવનની વરવી વાસ્તવિકતા અને જીવનની ફિલસૂફીથી સજ્જ ગઝલકાર વિનોદ માણેક ‘ચાતક’નો નવો જ ગઝલસંગ્રહ ‘પ્રેમનું સરનામું ગઝલ’. બરછટ થઈ ગયેલી માણસની સંવેદના પર કટાક્ષ કરતો શેર ચારે તરફ ભડકે બળે આખું નગર તું
₹210.00
Aradhana Bhatt
વિદેશસ્થિત ભારતીય મૂળની પ્રતિભાઓ પૈકીના એક ઉત્તુંગ શિખર સમા શ્રી ભીખુભાઈ પારેખનાં મૂળ દક્ષિણ ગુજરાતના અમલસાડ નામના નાનકડા ગામમાં છે અને એમની પ્રતિભાથી એમણે વિશ્વસ્તરે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. એમના વિચારો તેમજ જીવન ગુજરાતી વાચકો સુધી પહોંચે એ આ
Sameera Dekhaiya Patrawala
યુવા લેખિકા સમીરા દેખૈયા પત્રાવાલા વિચારબીજથી લઈને વાર્તા લખવા સુધીની સફર ખેડી સત્તર ચોટદાર વાર્તાઓનું સર્જન કરે છે. આ વાર્તાઓ ભાવકો સુધી પહોંચવા માટે સ્વરૂપ લે છે એક પુસ્તકનું જેનું શીર્ષક છે ‘ફકીરની પાળ’. આ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. ગઝલકાર
‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે. ગુજરાતી સાહિત્યના યુગમૂર્તિ
હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઇતિહાસ ધરાવતું કદાચ આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. હિંદી ફિલ્મોના ઈતિહાસનું સળંગસૂત્રી આલેખન જટિલ અને પહોળો પટ માંગી લેતું કામ છે. કેમ કે, અભિનેતા, દિગ્દર્શક, ગાયક, સંગીતકાર,
સમગ્ર બંગાળનું પરિભ્રમણ કરી એકેએક બાઉલને પ્રત્યક્ષ જાતે મળી સો વાતોની વિગતો એકઠી કરી છે! કેવો જબરો પરિશ્રમ! કોણ છે આ બાઉલ સંતો? આચાર્ય ક્ષિતિમોહન સેન ભારતીય સંતપરંપરાને બે શ્રેણીમાં વિભાજિત કરે છે, એક લોકવેદ અને બીજો અનભૌ સચ. જે લૌકિક પરંપરા તેમ જ
જીવનનું રહસ્ય શું છે? ભૌતિકવાદીઓ અનુસાર તે મૃત્યુ સુધીની એક સફર છે. અધ્યાત્મવાદીઓ મૃત્યુને અલ્પવિરામના આત્માને અજર-અમર માને છે. ધાર્મિકો અને દાર્શનિકો પણ પોતાનાં અલગ મંતવ્યો રજૂ કરે છે. આ તમામ વિચારધારાઓ વચ્ચે પોતાની નોખી કેડી કંડારતી વિચારધારા
હોઈ શકે છતાં ન પણ હોય એવો હરકાન્ત; અંદરથી સબડતા રહેવાની ઋતુમાં બે ફાડિયાં થઈ જતી માધવી; ઘરના હીંચકાઓની વચ્ચે નિજનો હીંચકો ખોઈ બેઠેલી કાન્તા; પોતાના ઘરમાં ભૂતકાળનો એક ટુકડો રંગવા આવેલો ક્રિસ્ટોફર; આપવા ધારેલો જવાબ છેલ્લી ઘડીએ ભૂલી જતી સંતોક; અંધ
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના આ પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન છે, ‘આસ્વાદ સાથે’. વાસ્તવમાં આ પુસ્તકનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પણ એ જ છે. અહીં કવિએ મુખ્યત્ત્વે પોતાની માતા વિશે લખેલાં કાવ્યો સંગ્રહાયાં છે, એમના પિતા વિશેની થોડીક રચનાઓ પણ છે. એમાંથી કેટલાંયનો
કવિ રાજેન્દ્ર પટેલનો ‘એક શોધપર્વ’ પછીનો આ પાંચમો કાવ્યસંગ્રહ એના નામમાં રહેલા વિષયને લઈને વિશિષ્ટ ભાત પાડે છે. કવિ કહે છે, “આ કાવ્યસંગ્રહમાં પરંપરાનો મહિમા છે, જેને લીધે મારું અસ્તિત્વ ઉત્ક્રાંત થતું રહ્યું છે. મારી સંવેદના અને સમજ, મારાં
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ, જેઓ આપણા ઘરની ડિઝાઇન બનાવે છે, જેમણે સારાં કાવ્યો કે ચિત્રો બનાવ્યાં છે, જેમની પાસેથી આપણે
ગુજરાતી નિબંધોના આ સંગ્રહમાં નિબંધકાર કહે છે, “‘બારી પાસે’ના આ નિબંધોએ ઘણી વાર સ્થળ અને કાળનિરપેક્ષ વિહાર કરાવ્યો છે. આ ‘બારી પાસે’ અવનવા અર્થો લાધ્યા, નવી અનુભૂતિઓએ આકાર લીધો.” આમ તો, નિબંધકાર પાસે જ નહીં, સૌ કોઈ પાસે, “અંદર-બહાર એકાકાર થયેલી બારી”
Pravin Sinh Chavda
બાળલેખકની આત્મકથા લાંબા સમયથી અપ્રાપ્ય હતું; હવે તે નવા રૂપરંગમાં પ્રસ્તુત થાય છે. કિશોરાવસ્થાનાં સાહિત્યિક સંસ્મરણોનું આ નાનું પુસ્તક તેના વિશિષ્ટ વિષય અને આગવી શૈલીને કારણે આસ્વાદ્ય બન્યું છે. એક કિશોરનો અદમ્ય સાહિત્યપ્રેમ અને એ ઉંમરે કાવ્યો તથા
Jaahnavi P. Paal
સપનાં કઈ ઉંમરે જોવાનું શરૂ કરવું જોઈએ? જવાબ છે, સમજણા થઈએ ત્યારથી. સપનાં જોવાનું કઈ ઉંમરે બંધ કરવું જોઈએ? જવાબ છે, કદી નહીં! આ પુસ્તકમાં જીવનરસથી છલકાતાં જે વ્યક્તિઓની વાત થઈ છે એમનો જવાબ તો આ જ છે. વનપ્રવેશ કર્યાં પછી પણ ભરપૂર પૅશન સાથે
બે પાક્કમપાક્કા દોસ્તાર. એક બુડબુડસલાક ને બીજો, ટ્રીમટ્રામધડાક. અવનવા નામવાળા આ બે ભાઈબંધ નવાનક્કોર બૂટ પહેરીને નીકળ્યા. એકના પગમાં લીલા બૂટ ને બીજાના પગમાં પીળા બૂટ. બંનેને મન થયું અદલાબદલી કરવાનું. છે ને મજાની વાત! પછી વાર્તામાં આગળ શું થયું એ
Harish Raghuvanshi
આ પુસ્તકમાં મૂંગી ફિલ્મોથી ૨૦૧૩ સુધીની ફિલ્મોમાં ફિલ્મનિર્માણથી માંડી ઍક્ટર-ઍક્ટ્રેસ, ગાયક-ગાયિકા, ગીતકાર-સંગીતકાર, સ્ટોરી રાઈટર-કૅમેરામૅન તરીકે બૉલિવૂડમાં કામ કરનારા ગુજરાતીઓના જીવન અને વ્યવસાયની કથાનું આલેખન થયું છે.
અવનવા પ્રયોગો, તાજાં કલ્પનો, છંદ તેમ જ વિષય-વૈવિધ્યથી સભર કવિ હરીશ મીનાશ્રુનો ગઝલસંગ્રહ ‘બોલે બાવન બ્હાર બટેર’ ભાવકોને નવા જ ભાવવિશ્વમાં લઈ જાય છે. સાથે ગઝલના અભ્યાસુઓ માટે પણ નવી બારી ખોલી આપે છે. બાવન અક્ષરો દ્વારા પણ જે વ્યક્ત ન થઈ શકે એવાં
Arpan Christy
બ્લૅક હોલ, જેના શક્તિશાળી ગુરુત્વાકર્ષણથી બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ તેના તરફ ખેંચાયા વગર રહી નથી શકતો. અર્પણભાઈની ગઝલોમાં પણ આવું જ ખેંચાણ છે જે સંગ્રહના શીર્ષકને સાર્થક કરે છે. ગઝલલેખનનું અભિન્ન અંગ એટલે પ્રેમ, જેને મેળવવાની સુંદર રીત રજૂ કરતાં
પોતાના પરિવાર, માતા-પિતા, સંતાનો અને પત્ની વચ્ચે સંતુલન જાળવતાં જાળવતાં મોટાભાગના પુરુષો થાકી જતા હોય છે. ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની બિમારીની સાથે સાથે ખરતા વાળ અને હાઈપર ટેન્શન કદાચ એટલા માટે થાય છે કે, પુરુષ આસાનીથી રડતો
નાની નાની વસ્તુઓમાં ઊભા થતા ઝઘડા, અપેક્ષાઓ, શંકાકુશંકા અને બીજી કેટલીયે સમસ્યાઓ લગ્નજીવનને તહસનહસ કરી નાંખે છે. સપ્તપદીના સાત મંત્રો જે એકબીજાંનો હાથ પકડીને બોલાયા હોય છે એમાંનું કશુંય માણસને યાદ રહેતું નથી. એકબીજાં પરત્વે ઊભા થયેલાં-થતાં જતાં
ઝપાટાભેર બદલાતા જતા જમાનામાં શું નીતિમૂલ્યો અપ્રસ્તુત બની રહ્યાં છે યા તો બની ચૂક્યાં છે? આર. ડી. પટેલ લિખિત સેલ્ફ-હેલ્પ શૈલીના આ પુસ્તકમાં કુલ 29 લેખો છે, જે વાચકને સત્ત્વશીલ વિચારભાથું પૂરું પાડે છે. લેખક સાઇકોથેરપિસ્ટ હોવાથી એમના લખાણમાં રહેલી એક
આ કાવ્યસંગ્રહનાં ઘણાં કાવ્યોમાં વિગત સમયખંડની સંવેદનશીલ છબિ છે. એ છબિ ઊભી કરવામાં પ્રયોજેલી ભાષા, લય, રીતિથી આ રચનાઓ અવશ્યપણે અન્ય સમકાલીન રચનાઓથી નોખી પડે છે. આ કવિતામાં અસ્મિતા ભાન સ્પૃહણીય રૂપે વ્યક્ત થયું છે. આજકાલ મંદ પડતા દેખાતા અને સાધનામાં
૧૯૮૦માં નિર્મિત પ્રખ્યાત ફિલ્મ ભવની ભવાઈની સ્ક્રિપ્ટ : લેખિકા ધીરુબહેન પટેલ.
જેમ ભાવક વિના સર્જક અધૂરો છે એમ સર્જક વિના ભાવક પણ અધૂરો છે. સર્જક અને ભાવક એકમેકના પૂરક છે. ઉત્કૃષ્ટ પ્રકારના સર્જનનો આધાર જેટલો સર્જકની પ્રતિભા પર રહેલો છે એટલો જ બાબતની પ્રતિભા પર પણ રહેલો છે. આદિકાળથી લઈને આજના આધુનિક યુગ સુધી ભાવકની પ્રતિભા
કવિતા એટલે શું? ગાગર જેટલા શબ્દોમાં સાગર જેટલો ભાવ સમાવતું સાહિત્યસ્વરૂપ એ જ કવિતા. આપણી ભાષાના ઉત્તમ કવિઓએ આ વ્યાખ્યાને પોતાનાં કાવ્યોમાં સાર્થક કરી છે. કવિ શ્રી ઉમાશંકર જોશીથી લઈને આધુનિક ગુજરાતી કવિતાના દરેક પડાવના પ્રથમ હરોળના સર્જકોની ઉત્તમ
Dr. Balvant Tejani
આપણે કશુંક સાંભળીએ છીએ. આંખથી જોઈએ છીએ. વાંચીએ છીએ અને વિચારતાં પણ રહીએ છીએ. આ બધું ગ્રહણ કર્યા પછી આપણે બોલીએ છીએ અને લખીએ છીએ. બોલવું અને લખવું એ આમ તો સરળ લાગે પણ યોગ્ય, સુંદર અને શુદ્ધ બોલવું અને લખવું એ સહજ સાધ્ય નથી હોતું. એમાંય સાંપ્રત સમયમાં
માનવજીવન અને માનવમનની સંકુલતાનો તાગ સહેલાઈથી મળતો નથી. એના વિશે જેટલું લખાશે, ઓછું જ પડશે. સાહિત્ય અને અન્ય કળાઓ તથા સામાન્ય માણસ પોતાની રીતે જીવનનો વ્યાપ અને મનનું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરે છે. ‘ભીતરનું આકાશ’ સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણીના
મંડલ વિષે ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે અને મંડલની હજારો ડિઝાઇનો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અહીં નથી કોઈ ઇતિહાસ, નથી એનો વિકાસ કે નથી વિજ્ઞાન. માત્ર આ પવિત્ર વર્તુળની પ્રણાલી જોવાની, એનાં નિશ્ચિત પરિમાણોમાં રહી એનું સર્જન કરવાનું અને
આ કવિતાઓ એક કવિનો પક્ષ લે છે જેને કેદારજી એકવીસમી સદીના બીજા દશકમાં આવીને પક્ષહીન થઈ ગયેલા આપણને સોંપી રહ્યા છે. આ કવિતાઓ હિંસાના વિશાળ પડદા આગળ એક મનુષ્યના હિંસક હોવાનો અસ્વીકાર કરે છે – જોવામાં બહુ વિનમ્ર, વિનીત પણ ચટ્ટાનજેવા સખત, દૃઢ અને
પ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી! આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્રકૃતિ છે. જે ક્ષણે મનુષ્ય વાચવાનું, શીખવાનું કે વિકસવાનું બંધ કરી દે છે, એ જ ક્ષણથી વિનાશ આપમેળે શરુ
વાર્તા એટલે બનાવ કે પ્રસંગ કે ઘટનાની કથા, કથાની ઇજનેરી રચના, સંવાદ, ભાષા, આરોહ, પરાકાષ્ઠા, અવરોહ, અંત વગેરેનો સરવાળો. રજનીકુમારની વાર્તાઓ એમની વાર્તા કલા તથા રસની, ચોટની દૃષ્ટિએ ગુજરાત જ નહીં, પણ ઉત્તમ બ્રિટિશ, અમેરિકી, ફ્રેંચ, રશિયન ઉત્સાદોની
‘મને...’ શ્રેણીનું મનોવિશ્લેષક નિબંધોનું આ ત્રીજું પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં 12, બીજામાં 13 અને ત્રીજા વિભાગમાં શીર્ષક નિબંધનો સમાવેશ થયો છે. અમેરિકાસ્થિત સાયકોથેરાપિસ્ટ આર. ડી. પટેલ પ્રસ્તાવનામાં લખે છે, “મારો
લેખક કે ચિંતક હોવાનો દાવો નહીં કરતા અમેરિકાસ્થિત લેખકનું મનોવિશ્લેષણાત્મક નિબંધોનું આ પુસ્તક જેટલું જીવનોપકારક છે એટલું જ સમાજ અને સમજ બંનેને ઉપકારક છે. પુસ્તકમાં વિભાગવાર કુલ 31 ચિંતનાત્મક નિબંધો છે. આ લેખોમાં રોજબરોજના જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું
આ પુસ્તકના છ વિભાગમાં 31 પ્રેરક મનોવિશ્લેષક નિબંધો છે. લેખકે અમેરિકામાં રહીને ત્યાંની જીવનશૈલીનો ઘણો અનુભવ કર્યો હોવાથી એમનાં નિરીક્ષણો વિચારપ્રેરક બન્યાં છે. આમુખમાં જાણીતાં સાહિત્યકાર ધીરુબહેન પટેલ લખે છે કે, “મને આ પુસ્તક વાંચવું ગમ્યું. લાગે છે
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો આ નવમો ગઝલસંગ્રહ છે. આમાં એમની 158 અપ્રગટ રચનાઓ સમાવી લેવામાં આવી છે. કવિ પ્રસ્તાવનામાં નોંધે છે તેમ, આ સંગ્રહની ઘણી ગઝલો મુસલસર છે. એમાં ભાવ-વિચાર-વિષયનું સાતત્ય જળવાયેલું રહે છે. પ્રત્યેક શે’ર પછીના શે’ર સાથે અનુસંધાન ધરાવે
ગાંધીજીએ પોતાનાં અત્યંત પ્રિય મહાદેવભાઈ દેસાઈ માટે તેમના નિધન પછી પ્રગટ કરેલા પોતાના મનોભાવ એટલે ‘પ્યારેલાલ પેપર્સ’માં સચવાઈ રહેલો ગાંધીજીએ સ્વહસ્તે લખેલો ૧૬ પાનાંનો પત્ર... આ પત્રમાં પાને પાને ઢોળાયેલો છે ગાંધીજીનો મહાદેવભાઈ પ્રત્યેનાં પ્રેમ, આદર
Mrunalini Sarabhai
પ્રેમ, શૌર્ય, મોહ, છળકપટ, કર્મ, ધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી પ્રાચીન ભારતની મહાન કથા એટલે વેદવ્યાસરચિત મહાકાવ્ય મહાભારત. આશરે એક લાખ શ્લોકોમાં કહેવાયેલી આ કથાને ભારતનાં સુપ્રસિદ્ધ નૃત્યાંગના અને લેખિકા મૃણાલિની સારાભાઈ સંવેદનશીલ અને લાલિત્યસભર
₹100.00
શું એવું શક્ય બને કે માણસ મરતાં પહેલાં પોતાનાં વિચારો, આદતો અને સ્વભાવ અન્ય કોઈ માણસમાં પ્રસ્થાપિત કરી પોતાને પરોક્ષ રીતે જીવંત રાખી શકે? આ જ કેન્દ્રવર્તી વિચાર પર આધારિત આ નવલકથા ભૌતિકવિજ્ઞાનનાં અત્યાધુનિક એવા માઇન્ડ ટનલના કૉન્સેપ્ટને ઉજાગર કરે છે.
ઈશારામાં વાત પતી જતી હોય તો શબ્દ વેડફવો ન જોઈએ અને શબ્દથી વાત પતી જતી હોય તો વાક્ય બોલવાનું ટાળવું જોઈએ એવી કવિ મકરન્દ મુસળેની સમજ છે. લાંબા લાંબા વર્ણનો થકી વાતની માંડણી કરવાનું - સાંભળવાનું તેમના સ્વભાવને અનુકૂળ નથી. કદાચ એટલે જ તેમને ગઝલ પ્રત્યે
તરવરાટભર્યો એક તરુણ - માનસેન! મનમાં કૌતુક અને હૈયે હામ ભરી ખેડે છે દરિયાની સફર. ક્યારેક ઊછળતાં મોજાં વચ્ચેથી કદાવર વહેલને બાંધી કિનારે લઈ જાય છે, તો કદી અજગરના જીવલેણ ભરડામાંથી વાઘને બચાવે છે. કોઈ વેળા ઘોર જંગલમાં નરભક્ષી વનમાનવનો સામનો કરે છે, તો
માત્ર ૧૪ વર્ષની કુમળી વયે લગ્નગ્રંથિમાં બંધાઈ પતિનો અત્યાચાર સહન કરતાં ધનબાઈ એક સમયે ગરમ પાણીના કુંડમાં પડી આત્મહત્યાનો પ્રયાસ તો કરે છે. પરંતુ ત્યાર બાદ ગાંધીજીની પ્રેરણાથી સહનશક્તિ અને આત્મબળ કેળવી બને છે એક સમર્પિત સમાજસેવિકા. છૂટીછવાઈ નોકરી અને
સર્જનાત્મક કૃતિ એક મુક્ત એન્ટિટી છે. એને એક કરતાં વધારે રીતે માણી શકાય, એક કરતાં વધારે સ્તરથી નીરખી શકાય. ભાવક બદલાય એમ કૃતિનું અર્થઘટન પણ બદલાય, પણ સર્જક ખુદ જ્યારે પોતાની કૃતિનો રસાસ્વાદ કરાવે તો? તો ભાવકને વિશિષ્ટ અનુભૂતિ થયા વગર ન રહે. આ
આપણે આધ્યાત્મિક સંસ્કૃતિના વારસદારો છીએ. આપણે સંતો-મહંતો, ઋષિઓ અને શાસ્ત્રોના માણસો છીએ. આપણે ભારતીયો છીએ. આપણને ભારતીય હોવાનો ગર્વ છે. મારા લોહીમાં મારા માતાપિતાના સંસ્કાર અને મારા વતનની યાદ અને સંસ્કૃતિ હજી અકબંધ અને સલામત છે. મારા ધર્મ અને મારા
લેખક પ્રવીણસિંહ ચાવડાને એક દિવસ પોતાનું કબાટ ફંફોસતાં મળી આવે છે જૂની કોથળી જેમાંથી નીકળે છે Bank of Scotlandની પાસબુક, યુનિવર્સિટી ઑફ એડિનબરાની લાઇબ્રેરીનું કાર્ડ, બ્રિટિશ કાઉન્સિલના કેટલાક પત્રો, વિઝિટિંગ કાર્ડ, ટેલિફોન ડાયરી, ચબરખી ઉપર સરનામાં
“અમે કોણ? મિયાં ફુસકી. સિપાઈ બચ્ચા.” બાળકોમાં ખૂબ જ પ્રિય ‘મિયાં ફુસકી’ અને ‘તભા ભટ્ટ’ અમર પાત્રો છે. 1945માં જીવરામ જોષીએ આ બે અને અન્ય પાત્રો વેપારી ‘દલા શેઠ’ અને મિયાંની પત્ની ‘અમુ બીબી’ને લઈને રમૂજી બાળવાર્તાઓ લખી હતી, જે આજે પણ એટલી જ લોકપ્રિય
Parshottam Rathod
ઉર્દૂ અદબના મહાન શાયર મિર્ઝા ગાલિબ, જેમની શાયરીથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ તેમના જીવન વિશે અન્ય ભાષાઓની સરખામણીમાં આપણી ભાષામાં ખૂબ ઓછું લખાયું છે. પોતાના સાલિયાણા માટેની લડાઈ દરમિયાન કરેલી કલકત્તાની યાત્રાએ ગાલિબની શાયરીને નવો દૃષ્ટિકોણ પૂરો પાડી
મીનુ નામની એક નાનકડી બેબલી. એની પાસે લાલચટ્ટાક મોજડીની એક સરસ મજાની જોડી. આ મોજડી પહેરીને એ જંગલમાં ફરવા ગઈ. મીનુ ઝાડ નીચે આરામ કરવા સૂઈ ગઈ ને ડાબા પગની નટખટ મોજડી જંગલમાં ફરવા એકલી ઊપડી ગઈ. એને રસ્તામાં સસલું મળ્યું, સિંહ મળ્યો, રીંછ મળ્યું, બીજાં
પુરાકથાઓ, લોકકથાઓ અને સાહિત્યની અનેક પ્રેમકથાઓ અમર થઈ છે તથા વાસ્તવ જગતમાં પણ અનેક પ્રેમકથાઓ રચાઈ છે અને રચાતી આવશે. તેમાંથી કેટલીક પ્રેમકથા વાસ્તવિક હોવા છતાં દંતકથારૂપ બની ગઈ. તેમાંની જ એક પ્રેમકથા એટલે ‘સ્વાન લેઇક’ નટક્રેકર જેવા બૅલે, અનેક ઑપેરા
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રેમ છે. દર્પ-અહંકારનું સૌથી મોટું પ્રતીક દર્પણ છે, જેમાં દર્પને પંપાળવાની મજા આવે છે, એ જ તો દર્પણ
અનિરૂધ્ધ, અક્ષય અને અંજલિ... પ્રણય ત્રિકોણના ત્રણ એવા ખૂણા જે સતત પોતાનું સ્થાન બદલતા રહે છે. એકમેકની જગ્યા પૂરી દેવા-એકમેકના ખાલીપાને ભરવા સૌ વારેવારે ભૂતકાળમાં પ્રવાસ કરે છે. આ એવો ભૂતકાળ છે જેને જોઈ તો શકાય છે, પણ સ્પર્શી નથી શકાતો. એને સાચવી તો
Gaurang Divatia
કોઈ પણ સર્જક પ્રથમ તો ઉમદા ભાવક હોય છે. મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયાના વંશજ ગૌરાંગભાઈ પણ કવિતાના ચાહક તેમ જ ગુજરાતી ગીત-સંગીતમાં ઊંડો રસ ધરાવતા સુજ્ઞ ભાવક. સાંભળેલી અને ચાહેલી કવિતાઓનો સૂર તેમની કલમે જઈ બેસે છે અને સર્જાય છે કંઈકેટલાંય ગીતો અને
જુહુનો દરિયો, સવારનો પહોર, સાથે એક નાનકડી નિર્દોષ બાલિકા જે અપાર કૂતૂહલપૂર્વક આસપાસ જોયા કરે છે અને મનમાં ઊગે તે પ્રશ્નો પૂછે છે. બનતા લગી તો ઉત્તરો જડે છે અને નથી જડતા ત્યારે આપણે પણ નાનકડાં થઈ જઈને કલ્પનાનો સહારો લેવો
પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું જ જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મળે ત્યારે એ મળ્યાનો રોમાંચ, એ મળ્યાની થ્રિલ કે તૃપ્તિ લગભગ શૂન્ય થઈ જાય...” જસ્ટિસ ડિલેઇડ ઇઝ
₹800.00
Radhika Patel
વાર્તા, નવલકથા, ગઝલ જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં ખેડાણ કરનાર રાધિકા પટેલને તેમનો સ્વરબદ્ધ ગેય ગીતો પ્રત્યેનો લગાવ ગીતો લખવા પ્રેરે છે અને આપણને મળે છે તેમનો નવો ગીતસંગ્રહ ‘રંજાડી ઘોડા’. વિષયવૈવિધ્ય અને ભાવવૈવિધ્ય ધરાવતાં રાધિકા પટેલનાં ગીતોમાં
આપણે જેને વર્ષોથી મૃત્યુ પામેલી માનતા હોઈએ એવી કોઈ અંગત વ્યક્તિ જીવંત છે એવી ખબર પડે તો? જેને આપણે પળપળ યાદ કરીને જિંદગીના વર્ષો વિતાવ્યાં હોય, ક્ષણેક્ષણે જેની સ્મૃતિથી આપણી આંખો ભીંજાઈ હોય, જેની હાર પહેરાવેલી તસવીર આપણા ઘરમાં સતત જોઈ હોય એવી કોઈ
ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે પોતાના આઠ દાયકાના આયુષ્યકાળ દરમિયાન જીવનનો ચોથો દાયકો કલકત્તાથી દૂર સિલાઈદાહમાં વિતાવ્યો. અહીં તેઓ બંગાળના ગ્રામ્યજીવનથી પરિચિત થયા. નાવિક, મછવારા, ડોળી ઉપાડનારા કહાર અને વિવિધ બાઉલના સંપર્કમાં આવ્યા, જેમાંના એક હતા
કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને એમનાં કાવ્યોએ વિશ્વભરના કાવ્યરસિકોને અભિભૂત કર્યા. તેમની અજાણી પ્રતિભાને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા રવીન્દ્ર સાહિત્યના અભ્યાસુ શૈલેશ પારેખે પુસ્તકશ્રેણી શરૂ કરી. આ શ્રેણીનું નવું પુસ્તક ‘રવીન્દ્ર પ્રસંગ’. કવિવરના
કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ. બુદ્ધદેવનો જ્યારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે રવીન્દ્રનાથ બંગાળના સાહિત્ય જગત ઉપર જ નહીં, સમગ્ર જગત ઉપર છવાઈ ગયા હતાં એમ કહેવામાં
મહાભારતના સુપ્રસિદ્ધ પ્રસંગો પર આધારિત આ ત્રણ રચના દ્વારા રવીન્દ્રનાથ તેમની આગવી કાવ્યમય અને નાટ્યાત્મક શૈલીમાં પોતાનું ધર્મદર્શન સહજ અને સરળ રીતે પ્રસ્તુત કરતાં નિત્યધર્મનો મહિમા પ્રસ્થાપિત કરે છે. નિષ્ફળ અથવા અપ્રતિભાવિત પ્રેમને કારણે પ્રત્યેક
૨૦મી સદીમાં ભારતભૂમિ પર રચાયેલા ઉત્તમ સાહિત્યમાંનું એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્રસાહિત્ય. એમના સુપ્રસિદ્ધ બંગાળી કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ને બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવા કવિવરે પોતે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, જે ૧૯૧૨માં પ્રગટ થયો.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યે માત્ર બંગાળી વાચકોને જ નહીં, પરંતુ અન્ય ભાષાના વાચકોને પણ આકર્ષ્યા છે. તેમાંથી ઘણાએ તેમના સાહિત્યને પોતાના અભ્યાસનો વિષય બનાવ્યો છે. અબુ સયીદ અય્યૂબ એક પ્રખર બૌદ્ધિક, વિચારક રવીન્દ્રનાથના કિશોરવયનાં લખાણોથી માંડીને
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; “‘માનસસુંદરી’, ‘જીવનદેવતા’, ‘વિશ્વદેવતા’ અને અંતે ‘વિશ્વપુરુષમાં’ વિસ્તરતી રવીન્દ્રનાથની કવિદૃષ્ટિની અનેરી ભાત મારા ચિત્તમાં પડી. જગતના ઘણા
ધીરુબહેન પટેલની `આગન્તુક' વાંચી, ત્યારથી મને લાગતું હતું કે આ વિચારબીજ સાથે એક જબરજસ્ત થ્રિલર બની શકે. લગભગ 20 વર્ષ સુધી મેં આ કથાબીજને મારી ભીતર વિકસવા દીધું છે, જેમાંથી જન્મી છે ‘રાગ - વૈરાગ'ની થ્રિલર લવ સ્ટોરી! આ એક એવી નવલકથા છે જેમાં સંન્યસ્ત
Rahul Rawail
આ ઉષ્માપૂર્ણ સંસ્મરણો દ્વારા વરિષ્ઠ દિગ્દર્શક રાહુલ રવૈલ પોતે આર.કે. સ્ટુડિયોઝમાં ગાળેલા એ દિવસોની યાદ તાજી કરે છે જ્યારે એમને ખુદ રાજ કપૂર પાસેથી ફિલ્મમેકિંગના પાઠ શીખવા મળ્યા હતા અને એક દિગ્દર્શક તરીકે એમનું ઘડતર થયું હતું. આ પુસ્તકમાં રાહુલ રવૈલ
ગુજરાતી ગઝલની ક્ષિતિજો વિસ્તારીને જેમણે ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય છે, જેમણે આત્મીય સંબંધોની વેદનાને સંવેદનામાં પરિવર્તિત કરી છે અને ગઝલને ગુજરાતીપણું બક્ષ્યું છે. પોતાની વિશિષ્ટ છટા અને
₹2,475.00
ઇંગ્લૅન્ડના ઉત્તમ નવલકથાકારોની વાત કરતી વખતે વિવેચકો ‘રેબેક્કા’ના આ સર્જક એમિલી બ્રોન્ટીની વાત ખાસ કરતા નથી, પણ કોઈ લોકપ્રિય નવલકથા કેટલી હદે ઉત્તમ કૃતિ હોઈ શકે, માનવચિત્તનાં સાતે પાતાળ કેટલી હદે તાગી શકે, લોકપ્રિયતા અને પ્રશિષ્ટતાનો સમન્વય કેવી
શ્રી બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)ની બંગાળી નવલકથા, ‘રાત ભરે વૃષ્ટિ’, ૧૯૬૭માં પ્રગટ થઈ. અશ્લીલતાના આરોપને કારણે નીચલી કોર્ટે તેને વિતરણ અટકાવ્યું એટલું જ નહીં પણ તેની હસ્તપ્રતનો પણ નાશ કરવાનો હુકમ કર્યો. હાઈકોર્ટે આ નિર્ણયને રદ કરીને નવલકથાને અશ્લીલતાના
Vikrant Pandey & Nilesh Kulkarni
પ્રભુ શ્રી રામ... જેમણે પિતાના વચન ખાતર ૧૪ વરસનો વનવાસ સ્વીકાર્યો. રામ, લક્ષ્મણ અને જાનકી દ્વારા કરાયેલા આ વનવાસના પથ પર પ્રવાસ કરીને એ તમામ સ્થળોની મુલાકાત લેવાનો વિચાર આવે છે વિક્રાંત પાંડે અને નીલેશ કુલકર્ણીને. આ પ્રવાસ દરમિયાન તેમને પ્રાપ્ત થાય
Bharat Dave
રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ એકબીજાના પર્યાયો નથી, બંને સમાનાર્થી નથી. કેમ કે દેશપ્રેમ સહજ, સ્વાભાવિક, કુદરતી છે. જેમ તમને તમારો પરિવાર વહાલો છે એવી જ રીતે જે દેશમાં તમે જન્મ્યા એ દેશ પ્રતિ તમને અાપમેળે જ વહાલ ઊપજે છે, જ્યારે ‘રાષ્ટ્રવાદ’ બહારથી
આ પુસ્તક કોઈ ઉપદેશ, સલાહ, કે ફિલોસૉફી નથી. એક રોજનીશી છે. જિવાયેલી અને અનુભવેલી ક્ષણોનો દસ્તાવેજ છે. આત્મમંથનની અગાશી પર ઊભા રહીને પાડેલો સાદ છે. ડાયરી ક્યારેય ઉપદેશ કે આદેશ નથી આપતી. એ અનુબંધ અને આત્મીયતા આપે છે. ડાયરી કોઈ સમસ્યાનો ઉકેલ નથી લાવી
મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સિલર નથી. જિંદગીના દરેક વળાંકે, ઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થતાં, અથડાતાં-કૂટાતાં જે શીખી છું એ
ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્ભવે છે.’ જેમ જેમ મારું વાંચન, મારી સમજણ અને મારા અનુભવો વિકસતા જાય છે, તેમ તેમ પાસ્કલનું આ વિધાન મને વધુ
આપણી ભાષાના લોકપ્રિય સર્જક મધુ રાય. અમેરિકાની આબોહવામાં શ્વાસ લેતાં લેતાં નજર કરે છે વિશ્વના ખૂણે ખૂણે સતત બદલાતા જતા માનવજીવન પર અનુભવે છે સાંપ્રત સંવેદનોને અને પરખે છે નવું રૂપ ધરતા સંબંધોનાં સમીકરણોને. તેમને આકર્ષે છે અનેક દેશી-વિદેશી પાત્રો,
આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે : રાહત અને રૂઝ. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે. અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા લખાયેલા શબ્દો આ ત્રણેય ભૂમિકા ભજવી અશાંત મનને શાતા અને સ્થિરતા આપી જતા હોય છે. એક
લખવું એટલે? તમે કહેશો ‘લખવું એટલે લાગણીઓને વાચા આપી સંવેદનોને અભિવ્યક્ત કરવાં.’ પરંતુ કવિતાની ધૂણી ધખાવનાર કવિ બાબુ સુથાર કહે છે,‘લખવું એટલે મૃત્યુ પામવું એટલે કે કોઈક પ્રાચીન લિપિ તળે દટાઈને મરણ પામેલા પતંગિયા સાથે વાત માંડવી. મૃત્યુ પામવું એટલે
આવનારા સમયમાં પરંપરાગત વ્યવસ્થાઓએ પડકારનો સામનો કરવો પડશે. પરંપરાગત માન્યતાઓ સામે પ્રશ્નાર્થ મુકાશે. કેટલુંક બદલાશે. કેટલાકે બદલાવું પડશે. સમયના પ્રવાહમાં જૂનું વહી જાય. નવું રચાય. નિત્યનૂતના છે એટલે તો રસપ્રદ છે જીવન. પરંતુ જેમ જંગલમાં દવ લાગે ને
Dr. Maulin Shah
કાવ્યસંગ્રહનું શીર્ષક જ એના હાર્દને પ્રગટ કરી દે છે. એમાંની સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર છે લાગણી અને લાગણીની ભિન્ન ભિન્ન મુદ્રાઓ. પ્રીત અને પિયુ, પુત્રી, પુત્ર, માતા, પિતા, સ્વજનો, મિત્રો - આ સૌની સંવેદના એ તીવ્રપણે અનુભવે છે. અને શબ્દો દ્વારા
થોડામાં ઘણું યા તો ગાગરમાં સાગર તે આનું નામ. જીવનનાં નાનાં નાનાં અને મહાન આ બન્ને પ્રકારનાં સત્યો હંમશાં સરળ હોય છે તે હકીકત અંકિત ત્રિવેદીના આ પુસ્તકમાંથી પસાર થતી વખતે પુનઃ દૃઢ થાય છે. પુસ્તકના શીર્ષક પરથી જ સ્પષ્ટ થાય છે તેમ આ એમની વનલાઇનર્સનો
સર રઘુનંદનસિંહ નરોત્તમ... એમની જિંદગીના છેલ્લા દિવસો એકલવાયા વિતાવી રહ્યા છે... બે દીકરા છે, શૈલરાજસિંહ અને સિકંદર. બે પત્નીઓ, શક્તિબા અને નિલોફર... પરંતુ, અત્યારે એમની સાથે એમના વફાદાર સેવક મહેરુ સિવાય કોઈ નથી! સંતાનો અને પત્નીની પ્રતીક્ષા કરતાં
Compiled by Makarand Mehta
પ્રો. ભીખુ પારેખ એક વૈશ્વિક પ્રતિભા... એક રાજકીય અને સામાજિક તત્વચિંતક... જેમના લેખો અને વ્યાખ્યાનોનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે. વિવિધ સંસ્કૃતિઓ અને રાજકીય પરિપ્રેક્ષ્યના તુલનાત્મક અભ્યાસ બાદ ભીખુભાઈની ફિલોસોફીએ બહુસંસ્કૃતિવાદના વિચારને જન્મ
‘લોચા છે બોસ!’ મન્નુ શેખચલ્લીની તાજી હાસ્ય કથાઓનો સંગ્રહ છે જેમાં દરેક પાત્રને કંઈ ને કંઈ લોચા પડે છે. પ્રેમમાં લોચા, રોમાન્સમાં લોચા, લગ્નમાં લોચા, કરિયરમાં લોચા, ક્રાઈમમાં લોચા.. અરે, લોચા મારવામાં પણ લોચા! તમારી બત્રીસી ઉપર બળજબરીથી સ્માઈલ લાવી
ધીરુબહેન પટેલની સૌ પ્રથમ નવલકથા એટલે ‘વડવાનલ’. માનવ કેટલું દુઃખ સહન કરી શકે તેનો તાગ મેળવવા મથે છે. અને બાલ્યાવસ્થાથી જ જે પ્રક્રિયા શરુ થઈ તે જીવનના અંત લગી એનો કેડો મુકતી નથી એ દશાર્વે છે - એના મુખ્ય પાત્રની એકોક્તિ દ્વારા. ક્યાંય ઉપદેશ નથી તે
Ashvinsinh Jadav
અભિવ્યક્તિમાં નાવીન્ય અને છંદ તેમજ વિષયમાં વૈવિધ્ય ધરાવતાં આ ગઝલસંગ્રહમાં અનેક શેર પહેલી નજરે સ્પર્શી જાય એવા છે. સૌંદર્ય, પ્રેમ, પ્રતીક્ષા, વિરહ અને સામાજિક નિસ્બત સાથે લખાયેલી અશ્વિનસિંહ જાદવની ગઝલો અનેક સંભાવનાઓ અને આશાઓ જગાવી પોતાનો નોખો અવાજ
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે. સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ અને સુખદ મૈત્રી - જેને જડી જાય એની ઇર્ષ્યા જ આવે પણ એ તો ભાગ્યની વાત છે. જન્મ-પુનર્જન્મના વમળમાં
પરિવર્તન જીવનનો મહત્ત્વનો ભાગ છે. પરંતુ જે ઝડપે બધું બદલાઈ રહ્યું છે, બિહામણું લાગે છે. જીવવાની શૈલી બદલાઈ ગઈ. સંબંધોની ભાત બદલાઈ ગઈ. મૂલ્યો પણ બદલાયાં. કુદરતી પરિબળો પણ બદલાયાં. માણસ કુદરતની સામે બાંયો ચઢાવી રહ્યો છે! વ્યક્તિગત રીતે ધીરજ ટકાવી
કવિ રાજેન્દ્ર પટેલના પહેલા કાવ્યસંગ્રહ ‘કોશમાં સૂર્યોદય’માં એકકોષીનું બહુકોષીમાં રૂપાંતરની પ્રક્રિયાની આરંભેલી શોધ ‘વસિયતનામું’ સુધી વિસ્તરી છે. પહેલી શોધ કોષની હતી તે ઉત્ક્રાંત પામતી આ સંગ્રહમાં ચેતનાની ભૂમિકાએ સત્ત્વ અને તત્ત્વ સુધી પહોંચી છે. કવિ
₹130.00
Dr. Rupa Mehta
જાજરમાન વ્યક્તિત્વ, રેડિયો પ્રસારણ ક્ષેત્રના કર્તૃત્વ અને સ્વાનંદી જીવનને કારણે વસુબહેન (1924-2020) એક જમાનામાં સેલિબ્રિટી હતાં. છેક સાઠના દાયકાથી પોતાના નામની આગળ પાછળ કશું જ નહીં લગાવવાનો તેમનો ક્રાન્તિકારી નિર્ણય તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનું
માણસ જીવંત છે કારણ કે ચેતનની સાથે જડ પદાર્થો સાથે એને નિસબત છે. જીવવા માટે ઉપયોગમાં આવેલી, લેવાયેલી, લેવાતી રહેલી વસ્તુઓ સાથે લાગણી જોડાય છે તેથી એ એ વસ્તુનું જીવનમાં મૂલ્ય ઊભું થાય છે અથવા સ્મૃતિમાં જડાયેલી રહે છે. રાજેન્દ્ર પટેલ એમ કહે છે કે,
બધા વટેમાર્ગુઓને ચેતવણી મળે છે. રાતે વાંસવનની આજુબાજુ સૂવું નહીં. આખરે વાંસ એટલે વાંસ કંઈ કહેવાય નહીં ઓચિંતો ફૂટી નીકળે વચ્ચે જે કંઈ આવે એને વીંધી નાખે. ક્યાં ઊગશે, ક્યારે ઊગશે કોણ જાણે? કદાચ આ પુસ્તકનાં પાનાં ફેરવતાં જવાબ જડે તો જડે! જોઈ
કૃષ્ણપ્રેમના અનાયાસે સ્ફુરેલી આ ચોર્યાસી રચનાઓ એક અનેરા ભાવવિશ્વમાં ડુબાડીને જાણે રાધા, મીરા, યમુના, વ્રજ, મેવાડ અને સાક્ષાત્ શ્રીજીસ્વરૂપ શ્રીનાથજીની સમીપે લઈ જતાં હોય એવી અનુભૂતિનો આનંદ મને સાંપડ્યો છે, એ આનંદ તમારા હૃદયને ભીંજવશે. આ રચનાઓમાંથી
Nilesh Gohil
ખેતરમાં હળ ચલાવનાર ધરતીપુત્ર જ્યારે કાગળની ધરતી પર કલમનું હળ ચલાવે છે ત્યારે ઊગે છે વાઢ જેવો નિબંધસંગ્રહ. કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારમાં સૌરાષ્ટ્રમાં જન્મેલા નીલેશ ગોહિલ ઋતુ પ્રમાણે પાક તો લણી જાણે છે, પરંતુ વાવણીથી લઈને લણણી સુધીની આખી
વૈશ્નવી પારેખ – કરોડપતિ પિતાનું એકનું એક સંતાન! તેજસ્વી, રૂપાળી, લાડકી અને આઝાદ મિજાજ! વૈશ્નવી એના પિતાના ડ્રાઇવરના દીકરા માધવના પ્રેમમાં છે. માધવ દેસાઈ – IIMAનો પાસઆઉટ. વૈશ્નવી ઘરેથી ભાગીને માધવ સાથે પરણે છે. સંઘર્ષ અને સમસ્યામાં બંને એકમેકની સાથે
Anil Joshi
આ પુસ્તકમાં વાચકોને એક સંવેદનશીલ છતાં આક્રમક મિજાજ ધરાવતા કટારલેખક અનિલ જોશીનો પરિચય થાય છે. રાજકીય પરિસ્થિતિ પર વ્યંગસભર ચાબખાથી લઈને દંભી ધર્મગુરુઓને છડેચોક ઉઘાડા પાડવા સુધી તેમની કલમ તરખાટ મચાવે છે. તો બીજી તરફ ભાષાનાં બખડજંતર, બેશરમ મીડિયા અને
આ કથાઓનું ફોર્મેટ આમ તો 'ટૂંકી વાર્તા'નું છે, પણ કેટલીક વાર્તાઓ લાંબી છે. જીવનના પ્રવાસમાં કેટલાંક વળાંકે મળી ગયેલા, થોડાં ડગલાં સાથે ચાલેલા અને પછી કોઈક વળાંકે છૂટા પડી ગયેલા અનેક પાત્રો આ વાર્તાઓમાં ચહેરા બનીને ઉપસ્યા છે. સાચું કહું તો આ વાર્તાઓ
Compilations of Stories
‘66 નવોદિત અને નીવડેલી લેખિકાઓનો વાર્તાસંગ્રહ’: પુસ્તકની આ ટેગ-લાઇન ગર્વ અનુભવાય એવી છે. આ સંગ્રહની વાર્તા-લેખિકાઓ એમની લેખિની વાર્તાસ્પર્ધામાં નીવડેલી સાબિત થઈ છે. મે 2018માં બહેનો માટે વાર્તાલેખન સ્પર્ધા યોજાઈ હતી, તેમાં 80થી વધુ વાર્તા મળેલી.
Pushpa Antani
‘વાર્તાનગરી’ બાળકોને વાર્તાઓની કોઈ અલગ નગરીમાં લઈ જાય છે. અહીં જંગલની રક્ષા કરતી ઘોડા-વાંદરા-કાગડાની ત્રિપૂટી છે, ઊંચ અને નીચના ભેદ છોડી સંપીને રહેવાનું શીખવતાં ખિસકોલી અને ઉંદર છે, હિંસા છોડી ‘જીવો અને જીવવા દો’નો સંદેશ આપતાં હિંસક પ્રાણીઓ છે. અહીં
વાર્તાસંપુટમાં ધીરુબેન પટેલની 151 ટૂંકી વાર્તાઓ સમાવિષ્ટ થઈ છે. આ દળદાર ગ્રંથ તમારા બુકશૅલ્ફનું સૌથી વધુ વાંચન આપતું પુસ્તક ન બને તો જ નવાઈ!
તાયા... એક નાની સરખી એકલી અજૂબી છોકરી – જેમ વાયરો ઉડાડે તેમ ઊડતી – ચોખ્ખા દિલની ને ચોખ્ખાં કર્મની તેને મહાલીબા મળ્યાં અને ફૂંક મારતાંમાં ચાલ્યાં ગયાં.... અતુલ ગયો, માતાજી ખોવાયાં સુબંધુ ફસાવી ન શક્યો રસ્તામાં મળી ગયેલા બાળકો અપનાવી લઈને એણે પણ એક
સાહિત્યરસિક રાજેન્દ્ર પટેલને અનુવાદપ્રવૃત્તિના કારણે વિદેશી સાહિત્યનો ગાઢ પરિચય થયો. વિશ્વસાહિત્યના પ્રતિભાશાળી કવિ-લેખકોનો અને તેમનાં લેખનનો ગુજરાતી વાચકોને પરિચય થાય તેવા ઉમદા હેતુથી આ પુસ્તક લખાયું છે. પુસ્તકમાં પાબ્લો નેરુદા, લૉર્કા, માર્ગરેટ
વરિષ્ઠ સાહિત્યકાર અને સાહિત્યમર્મી ચન્દ્રકાન્ત ટોપીવાળાની પત્રચર્ચાઓ અને આવેલા ચર્ચાપત્રોનો કવિ રાજેન્દ્ર પટેલ સંપાદિત સંચય ‘વિનિમય વિવિધા’. કોઈ પણ સાહિત્ય વિવેચન વિના વામણું છે. આપણી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સાહિત્યસર્જનની
Pravin Kukadia
એકવીસમી સદીની પહેલી પચીસીએ પહોંચવા આવ્યા છીએ ત્યારે ગુજરાતી વિવેચન અને સંશોધનમાં કટોકટીભરી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ અતિશયોક્તિ લાગશે પણ અરધાથી પણ વધારે ગુજરાતી અધ્યાપકોને વ્યાકરણની દૃષ્ટિએ સાચું ગુજરાતી લખતા આવડતું નથી. આમાં હવે કોઈ સાહિત્યકૃતિને
પરંપરાગત કલ્પનો અને પ્રતીકોથી બહાર નીકળીને હંમેશાં નોખા તર્ક અને દલીલો સાથે ગઝલ કહેતા ભાવેશ ભટ્ટ આ નવા સંગ્રહમાં પણ પોતાનો મિજાજ જાળવી રાખે છે. દુનિયામાં ટકી રહેવા પળેપળ હોશિયાર અને સતર્ક બનતા જતા માણસો વચ્ચે કવિ ઈશ્વર પાસે નોખા જ વ્યક્તિત્વની માગ
Diwan Thakor
જિવાતા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ મનની સપાટી પર અથડાયા કરતી હોય છે. આ ઘટનાઓથી ઉદ્ભવતાં સંવેદનો શબ્દનું રૂપ ધરી વાર્તા બની જાય છે. વાર્તાકાર દીવાનભાઈ ઠાકોર પણ આવી ઘટનાઓ સાથે સ્વને જોડીને વાર્તાસર્જન કરતા આવ્યા છે. તેમની વાર્તાઓ વિષયવૈવિધ્ય તો ધરાવે જ
પ્રથમ વિશ્વયુદ્ધના સમયનાં રજવાડાંના એક ગામ ચંદ્રપુરની ભોમકા પર આલેખાયેલી આ કથા પ્રેમની, ટેકીલાપણાની અને સાહસની ક્લાસિક છતાં લોકભોગ્ય કથા છે. ‘વીર-વત્સલા’ નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે. એક સૈનિક
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે રડી દેવાય અથવા બોલી દેવાય... પરંતુ બને ત્યાં સુધી આ પરિસ્થિતિ ટાળવી. જ્યારે મન ભરાઈ જાય, ડૂમો ભરાઈ
આપણી ભાષાના અગ્રગણ્ય નવલકથાકાર, વાર્તાકાર અને સત્વશીલ કટારોના લેખક શ્રી રજનીકુમાર પંડ્યા લગભગ ત્રણેક વર્ષના ગાળા પછી એક નવું અને યાદગાર પુસ્તક લઇને આવ્યા છે. ૩૮ જેટલાં ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારોનાં જીવનચિત્રો અને તેમની સાથેનાં પોતાનાં સંસ્મરણોનું
બંગાળી સાહિત્યનું સન્માનનીય નામ એટલે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય. ‘દેવદાસ’, ‘પરિણીતા’ જેવી અમરકથાઓના સર્જકની આ કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે. એક ઉત્તમ કોટિના વાર્તાકાર હોવાની સાથે સાથે શરદચંદ્ર ખૂબ સારા કથાકાર પણ હતા અને તેમના લખાણ કરતાં તેમની વાર્તા
દસકાઓથી બંગાળ – શાંતિનિકેતનના મુલાકાતી રહેલા કવિશ્રી સતીશચંદ્ર વ્યાસ જીવનમૂલ્યો સંકોરતાં શિક્ષણમૂલ્યોની માવજત કોણ, કેવી રીતે કરી શકે તે વિગતો ‘શાંતિનિકેતન : બાઉલની નજરે’માં 26 રસપ્રદ લેખો દ્વારા આપે છે. આજે શિક્ષણની દશા અને દિશા વિષે સંઘર્ષ અનુભવાય
Hardik Vyas
અમરેલીના ગઝલકાર હાર્દિક વ્યાસ પોતાની ગઝલોમાં પુરુષાર્થ, પ્રારબ્ધ, જિંદગીની ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો રંગ લઇ પોતાનું કવિકર્મ કરતાં આવ્યા છે. લાંબી બહેર પર હથોટી ધરાવતા કવિનાં અનેક શેરમાં જિંદગીનાં હકારનો પડઘો સાંભળવા મળે છે. તદ્દન નવા જ કલ્પનો સાથે
ધીરુબેન પટેલની પ્રખ્યાત નવલકથા
રુક્મણિ, સુરતના ચકલા વિસ્તારમાં દેહવ્યાપારના વ્યવસાયમાં ફસાઈ ગયેલી, એક સ્વમાની, મહત્ત્વાકાંક્ષી અને હિંમતવાળી છોકરી... પોલીસથી શરૂ કરીને દલાલ સુધી એ કોઈનાથી ડરતી નથી. રઘુ, રુક્મણિ માટે જીવ આપી શકે એમ છે. નાની-મોટી ચોરીઓ કરીને જીવતો એક ગુનેગાર છે,
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વહી ગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા જ નથી. બહુ ઓછા લોકોએ
સફળ દરેકને બનવું હોય છે પણ સફળતાની ચાવી શું? લક્ષ્ય સફળતાનો પાયો છે દૃઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પબળથી ધ્યેય સિદ્ધ થાય છે અસંભવ શબ્દનું કોઈ અસ્તિત્વ નથી આત્મવિશ્વાસથી પર્વત પણ હલાવી શકાય છે મહાન સફળતાઓ મહાન કલ્પનાઓનું જ પરિણામ છે આવા
મૂળ ગઝલકાર અને નાટ્યલેખક ધ્વનિલ પારેખ એક નવો સાહિત્યપ્રકાર ખેડે છે અને લઘુનવલ પર કલમ અજમાવે છે. સુરતનો એક બિલ્ડર અનેક ઇમારતોનાં નિર્માણ કરી પોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર પહોંચે છે. બધી જ રીતે સુખીસંપન્ન એના પરિવારમાં દીકરીનો જન્મ થતાં સોનામાં સુગંધ ભળે
Anupama Chopra
શોલે ૧૯૭૫ની ૧૫મી ઑગસ્ટે રીલીઝ થઈ અને સતત પાંચ વર્ષ સુધી થિયેટર્સમાં ચાલી. આ ફિલ્મે હિન્દી સિનેમા ઉદ્યોગને એક નવી જ રાહ ચીંધી. આજ દિન સુધી બૉક્સ ઑફિસનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતી શોલે પ્રેક્ષકો અને સિનેમાજગત બંને માટે એક સીમાચિહ્ન સમાન છે. એનું સ્ટેટસ
Shuchita Divatia Mehta
શ્રીરૂપગોસ્વામી દ્વારા સંકલિત શ્રીભક્તિરસામૃતસિન્ધુ ગૌડીય વૈષ્ણવ પરંપરામાં અનન્ય સ્થાન ધરાવે છે. તેટલું જ નહિ પરંતુ ભારતીય રસશાસ્ત્રના ક્ષેત્રે પણ તેનું પ્રદાન મહત્ત્વનું છે; જે શૃંગારને સ્થાને ભક્તિરસને શ્રેષ્ઠરસ તરીકે પ્રસ્થાપિત કરે છે જે
રાષ્ટ્રગુરુ કહેવાયેલા સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાચે શ્લોક’ એટલે મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપિચ્છ. મનની ભીતર રહેલાં શક્ય તેટલાં તમામ દ્વાર પર ટકોરા મારવાનું કામ શ્રી સમર્થ કર્યું છે... અને મરાઠી પદ્યરચનાઓનો ગુજરાતીમાં સમશ્લોકી ભાવાનુવાદ
પૌરાણિક શાસ્ત્રોમાંના એક એવા બ્રહ્માંડપુરાણના ઉત્તરાર્ધમાં ‘શ્રી લલિતા-આખ્યાન’ (ललितोपाख्यानम्)ના છેલ્લા અધ્યાયોના કુલ 320 શ્લોકોમાં સ્તોત્ર શિરોમણિ એવું ઉત્તમ શ્રીલલિતાસહસ્રનામ્ સ્તોત્રના કુલ 18212 શ્લોક આવેલા છે, જેમાં શ્રી પરામ્બાના એક હજાર નામ
‘ક્યાં છો ચંદ્રકાન્ત?’ - આ પ્રશ્નને લઈને શબ્દના સથવારે સ્વયંની ખોજ પર નીકળેલા કવિ, વાર્તાકાર, નિબંધકાર અને સાહિત્યકાર ચંદ્રકાન્ત શેઠની ચુનિંદા શ્રેષ્ઠ રચનાઓને માણવાનો અવસર એટલે પુસ્તક ‘શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ’. જેમાં સામેલ છે તેમના પવન રૂપેરી, પડઘાની
આમ તો આયુષ્યનો અંતિમ તબક્કો મનુષ્ય માટે કપરો હોય છે. પરંતુ આપણી ભાષાનાં મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠનું કવિ હૃદય જીવન સરિતાના આખરી તટ પર ઉભા રહી મૃત્યુના ઉદયને નિહાળતા નિહાળતા કવિકર્મ કરે છે અને આ ઘડીઓને વિલક્ષણ બનાવે છે. આ તબક્કામાં જાત સાથે થયેલી
માણસ સંબંધો વગર જીવી શકતો નથી. પ્રારંભ પોતાની જાત સાથેના સંબંધથી થાય છે. પછી માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની-સંતાનો, પૌત્ર-પૌત્રીઓ, પડોશીઓ અને મિત્રો-પ્રિયજનો સાથેના સંબંધો આવે છે. આ સિલસિલો કુદરત અને ઈશ્વર સાથેના સંબંધ સુધી વિસ્તરે છે. સંબંધ હોય
ક્યારેક જાત સાથે, ક્યારેક ઈશ્વર સાથે અને ક્યારેક પ્રકૃતિ સાથે સધાયેલા સંવાદોની ફળશ્રુતિ એટલે આ સંવેદનાનો વેદ. પોતાની આસપાસ આકાર લેતી વેદનાને પોતાની ગણી તેને સંવેદનાનું રૂપ આપવા વિકી ત્રિવેદીએ લીધો છે શબ્દોનો સહારો. આંસુ વહેવાની ઘટનાને કાવ્યાત્મક
લેખકમાત્ર, એ સર્જક હોય કે વિવેચક, પોતાની કૃતિ માટે તરત પ્રતિભાવ ઇચ્છે છે. એ પ્રતિભાવ નર્યો ઉદ્દગાર હોય તો એનું આયુષ્ય ઝાકળના ચળકતા બિંદુ જેટલું હોય; પરંતુ એ પ્રતિભાવ સુચિંતિત હોય, એમાંનાં પ્રશંસા અને ટીકા વિધાયક હોય ને તાર્કિક પ્રતીતિ જન્માવનારાં
મારાં સર્જનની જે ઓળખ ઊભી થઈ છે તે અનુઆધુ નિકતાના ગાળામાં. લખવાનું, સામયિકોમાં મુદ્રિત થવાનું તો છેક મારી ચૌદ-સોળની વયે આરંભાયું. તે સમયે સાહિત્યનાં વિવિધ પાસાંઓની પરખ ન હોય તે સ્વાભાવિક છે. જેમ જેમ પુસ્તકો, જુદા જુદા ગદ્ય-પદ્ય પ્રકારોના સંપર્કમાં
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોકો માટે પ્રસંગ પણ પીડા બની જતી હોય એવું આપણે નથી જોયું? ધોમધખતો તાપ, વરસાદની પહેલાંના છડીદારની જેમ
સટોરી એટલે આત્મબોધ. અચાનક મળેલા આત્મ-જ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે. આ કથા આત્મોદ્ધારની છે. વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન, સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે. આપણને સહુને જેની સૌથી વધારે જરૂર
બે તદ્દન જુદી માનસિકતા ધરાવતી વ્યક્તિ પ્રેમમાં પડે તો શું થાય? આ નવલકથાનો નાયક સત્યજીત, પેથોલોજીકલ લાયર છે. માનસશાસ્ત્રમાં આ એક ડિસઓર્ડર છે. કેટલીક વ્યક્તિ કોઈ કારણ કે જરૂરિયાત વગર જૂઠ્ઠુ બોલે છે. એમનો આશય છેતરવાનો કે કોઈ ગેરફાયદો ઉઠાવવાનો ન પણ
મહિમા જયસિંહ... માત્ર મુંબઈ જ નહીં, નૅશનલ અખબારો માટે પેજ થ્રી પર્સનાલિટી! એનો એક્સ પતિ રાહુલ સેન, મૉડેલ, હૉલીવુડ-બૉલીવુડનો હીરો... અનેક સ્ત્રીઓનાં સપનાંનો રાજકુમાર. અર્જુન જયસિંહ... મહિમાનો ભાઈ અને એનો વિરોધી. અજય... મહિમાનો સેક્રેટરી, પણ એક
હરીશ મીનાશ્રુ આપણી ભાષાના નીવડેલા કવિ અને અનુવાદક છે. કવિ લેખે અને અનુવાદક લેખે પણ એ રાષ્ટ્રીય કક્ષાએ પોંખાયેલા સર્જક છે. ભગિનીભાષાઓ પ્રત્યે સ્નેહાદર વ્યક્ત કરતું આ પુસ્તક ગુજરાતી કાવ્યભાવકને સમકાલીન ભારતીય
પ્રકાશભાઈને પોતાનાં અમેરિકા વસવાટનાં નવ વર્ષ દરમિયાન ત્યાંના ગુજરાતીઓ સાથે બનેલી ઘટનાઓ અને પ્રસંગો વિશેષ આકર્ષે છે. આ નવલકથા લગ્ન કરીને અમેરિકા ગયેલી અથવા કહો કે અમેરિકા જવા માટે લગ્ન કરતી ગુજરાતી યુવતીની સંઘર્ષગાથા છે, જે સત્યઘટના પર આધારિત
‘સફરનામા’ પ્રવાસની નોંધ છે. પણ એમાં તમારે દુનિયાનો ગોળો સામે રાખીને કે શહેરના નકશા પાથરીને કૈં શોધવાનું કે એ પ્રમાણે next tripનું આયોજન નથી કરવાનું, કારણ કે અહીં એવી કોઈ અજાણી જગ્યાઓ નથી. તમેય ત્યાં જઈ આવ્યાં હો એવી પૂરી શક્યતા છે. એટલે અહીં કશું
લેખક મયૂર ખાવડુ સામા પૂરે તરવાની હિંમત કરી રચે છે નવાનક્કોર ૧૭ હાસ્ય નિબંધો, જેનું શીર્ષક ‘સફેદ કાગડો’ જ હાસ્યમિશ્રિત જિજ્ઞાસા પેદા કરે છે. જાતઅનુભવના અંતે સાંપડેલી નિષ્ફળતાને કેન્દ્રમાં રાખી લખાયેલા આ નિબંધોમાં સામાન્ય પ્રસંગો અને ઘટનાઓમાંથી હાસ્ય
ગુજરાતી ગઝલના ઇતિહાસમાં અને મુશાયરા મહેફિલોમાં ખ્યાત નામ ખલીલ ધનતેજવીના ઈ.સ. 2001થી 2020 સુધીમાં ‘સાદગી’ (2001), ‘સારાંશ’ (2008), ‘સોગાદ’ (2012), ‘સૂર્યમુખી’ (2014), ‘સાયબા’ (2015), ‘સાંવરિયો’ (2017), ‘સગપણ’ (2017), ‘સરોવર’ (2018), ‘સોપાન’ (2019),
ટ્રેનમાં જેમ સંકટ સમયે ખેંચવાની સાંકળ મૂકવામાં આવે છે તેમ રમરમાટ વહેતા જતા જીવનમાં સંકટ ઊભું થાય ત્યારે શું કરવાનું? પ્રાર્થના કરવાની, ઈશ્વરને યાદ કરવાનો. અંકિત ત્રિવેદી લિખિત આ નાનકડા અને સરસ મજાના પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન જ આ છેઃ ‘પ્રતિકૂળ
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિંમત હોતી નથી કારણ કે, જે-તે વ્યક્તિ પાસેથી પોતાને ઘણું બધું જોઈતું હોય છે. વ્યક્તિને છોડવાની કે
આ એક એવી ડાયરી છે જેનું લખાણ કોઈ તારીખ-વારના સમયસંદર્ભથી પર છે. ડાયરી લખનારનો એ પાછળ હેતુ એ છે કે કોઈ એને આધારે નકશો ન રચે. કારણ કે આ પ્રવાસ, સફર, યાત્રા સહુએ પોતે પોતાની જાતે જ, પોતાની સાથે જ કરવાનાં છે. એમાં એકની તૈયારી અન્યને કામ ન આવે. સહુનો
આ પુસ્તકમાં સ્ટોરીટેલિંગ ફૉર્મેટમાં લખેલી હ્યુમન સ્ટોરીઝ એટલે માનવસંવેદનોની અનુભવકથાઓ છે. જેમાં થોડું વિજ્ઞાન ને ઝાઝી માનવીય લાગણીઓ છે. અહીં રજૂ થયેલી વાર્તાઓમાં ડૉ. મૌલીન શાહે અનુભવેલાં અને તારવેલાં સંવેદન ભાવકના લાગણીતંત્રને કરુણાના સંસ્કાર આપે
પીડિયાટ્રિક ઑર્થોપેડિક સર્જન ડૉ. મૌલીન શાહ દર્દથી પીડાતાં બાળકોના જીવનમાં ગતિ, ઉલ્લાસ, આશા અને નર્તન ભરે છે સાથે તેમની સારવાર દરમિયાન આવેલી અડચણો અને મુશ્કેલ સંજોગોમાંથી માનવતાસભર અભિગમ ધરાવતા સંવેદનશીલ પ્રસંગોનું વાર્તાસ્વરૂપે નિરૂપણ કરે છે ત્યારે
‘અનંત’ અને ‘બહુ’ની સંવાદિતા દ્વારા ‘એક’ને પૂર્ણ અભિવ્યક્તિ આપવી એ જ સર્જનાત્મકતા પાછળ રહેલું સત્ય છે. આ જ વિચારને રવીન્દ્રનાથ પોતાના અલગ-અલગ વિષયો પર આધારિત વક્તવ્યો અને કેટલાક નિબંધોમાં પ્રસ્થાપિત કરે છે. શું છે કવિનો ધર્મ? સર્જનાત્મકતાનો આદર્શ શું
ટૂંકી વાર્તાઓથી લાંબા પરંતુ નવલિકાથી ટૂંકા એવા સાહિત્યપ્રકારમાં લખાયેલી ચાર કથાઓ થોડી બેબાક અને બિન્દાસ હોવા છતાં તેમાં સંવેદનોની ઋજુતા છે. ઢળતી ઉંમરે ઉગતા સંબંધોથી લઈને ઉગતી ઉંમરે ઢળી જતા સંબંધોની હિંમતભરી સફર આલેખવામાં આવી છે. સાસુ અને વહુ વચ્ચે
જે સહુથી વધુ અઘરું કામ છે તે છે સહજ થવું ને રહેવું. મહોરા વિના આ જિંદગીના મેળામાં મજા નથી આવતી. જે આપણે નથી એ -સારા કે ખરાબ- આપણે દેખાવા માંગીએ છીએ ને એ માટે આપણી પાસે આપણાં કારણો છે. આ મહોરાને કારણે પાત્રોનું વૈવિધ્ય મળે છે. પરંતુ ચોવીસ કલાક
જીવનસંધ્યાના સમયે પાછળ વળીને જોયેલું જીવન કેવું દેખાય? વરસો પહેલાં છોડી દીધેલું ગામ, એ મિત્રો, એ સમયના લોકો અને એમની સાથે બનેલી ઘટનાઓની ઉપર વીતેલા જીવનનો પડછાયો ફરી વળ્યો હોય. એક ઉંમરે ક્લોઝ-અપમાં જોયું હોય તે લૉન્ગ શૉટમાં ફેરવાઈ જાય અને પાછલી વયે એ
તળપદી બોલીમાં કાવ્યતત્ત્વના પ્રાણ પૂરી રચી ઉત્તમ કવિતાઓ, ભારતીય દંતકથાઓનાં પાત્રોને પોતાની કવિતામાં નોખી રીતે મઢ્યાં, કન્યાવિદાય જેવા પ્રસંગનું હૃદયદ્રાવક ગીત ઘરે-ઘરે ગૂંજતું કર્યું, માનવતાવાદ, પ્રેમ, સંવાદિતા, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય જેમની કવિતાના
મગજ કસવું પડે એવા સામાજિક વહેવારો, રિવાજો કે પછી કુરિવાજો એવું વરવું સ્વરૂપ ધારણ કરતા જાય છે કે એનો ઉકેલ આપવા અદાલતોએ ઘણીવાર નુક્તેચીની કરવી પડે છે. જેમ કે, એક સવાલ એવો પણ છે કે, એક પિતા પોતાનાં બે સંતાનો પૈકી એક પુત્રના લગ્નસંબંધો સરળતાથી બાંધી
સુમન શાહ
મધ્યકાલીન યુગથી માંડીને વર્તમાન સમય સુધીના કવિઓમાંથી સાત મહત્ત્વના કવિઓની કાવ્યસૃષ્ટિનો સમીક્ષાત્મક ગુણાનુવાદ આ ગ્રન્થના માધ્યમથી પ્રસ્તુત છે. કવિ દયારામની કાવ્યસૃષ્ટિની સમીક્ષામાં ભક્તિ ભાવ રજૂ કરતી રચનાઓ તેમજ પદો, ગરબા-ગરબીઓ વગેરે સમગ્ર
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની basic જરૂરિયાત હતી અને છે જ. બે જુદી વ્યક્તિ, જુદો ઉછેર, જુદાં શિક્ષણ, માનસિકતા અને ઇગો. એકમેકને
પાબ્લો એન્ટોનિયો કુઆદ્રા નિકારાગુઆના અગ્રદૂત - ઝંડાબરદાર છે, નિકારાગુઆમાં સન 1927-29 દરમિયાન વેન્ગાર્ડિયા લિટરરી મુવમેન્ટનો આરંભ થયો હતો. પાબ્લો એન્ટોનિયો એના મુખ્ય પ્રણેતાઓમાંના એક છે. નિકારાગુઆમાં રુબેન દારિયો પછીના સૌથી મહાન કવિ તરીકે એમની
Jitedra Prajapati
કવિતાના દરેક પ્રકારને ખેડનાર કવિ જિતેન્દ્રભાઈને ગઝલો વિશેષ આકર્ષે છે. આ વાત તેમના આ ચોથા ગઝલસંગ્રહમાં વર્તાય છે. જાત અને જગતની પીડાની સાથે સાથે બદલાતાં જતાં માનવમૂલ્યો અને પારિવારિક સંબંધોના લગાવને જિતેન્દ્રભાઈએ પોતાની ગઝલોનું તત્ત્વ બનાવ્યું છે.
‘પરમ તત્ત્વ’ સાથેની ઐક્યપ્રાપ્તિને ઉપલબ્ધ કરવાની ‘સાધના’ કવિ રવી
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએ. ઈશ્વરનું અસ્તિત્વ આપણા માટે આપનારનું છે, અથવા તો રક્ષકનું છે.
ખલીલ ધનતેજવી આપણી ભાષાના પોંખાયેલા સર્જક છે. આ તેમનો દસમો ગઝલસંગ્રહ છે. એ જ મર્મવેધી અભિવ્યક્તિ, એ જ પ્રભાવ. આ શેર જુઓઃ ‘ન કોઈ ડર ન કોઈ વાતનો ખટકો રહેશે...તમે સીધા રહો, પડછાયો પણ સીધો રહેશે...કહી દો સામી છાતીએ હવે પાગલ હવાને...હશે અંધારું ત્યાં લગ આ
રામાયણ વિશે તો અનેક પુસ્તકો લખાઈ અને વંચાઈ ચૂક્યાં છે, પરંતુ પ્રસિદ્ધ માઇથોલૉજિસ્ટ દેવદત્ત પટ્ટનાયક લિખિત ‘સીતા’ શા માટે વાંચવું જોઈએ? એમાં એવું તે શું છે જે એને બીજાં કથનોથી જુદું પાડે છે? સામાન્ય વાચક માટે રામાયણ શ્રદ્ધાનો વિષય છે, જેના નાયક રામ
લગભગ બે દાયકાના અંતરાલ પછી ખલીલ ધનતેજવીએ ગુજરાતીમાં બિલકુલ ફ્રેશ નવલકથા લખી છે : ‘સુંવાળો ડંખ’. પ્રણયત્રિકોણ - ચતુષ્કોણની રસાકસીભરી આ નવલકથામાં એક તરફ ગામડામાં પાંગરેલો સ્વાતિનો બાળપણનો એકતરફી પ્રેમ છે, તો બીજી તરફ કવિહૃદયમાં ઝંકૃત થયેલો પારુલ
ટીનએજ વટાવી ગયેલાં સંતાનો જ્યારે માતા-પિતાની લાગણીને ન સમજી શકે અથવા સમજવાનો ઇનકાર કરે ત્યારે માતા-પિતાના હૃદયને કેટલી પીડા થતી હશે! આપણને પણ આપણાં માતા-પિતા વિશે ક્યારેક વિરોધ, ગુસ્સો કે અણગમો થયા હશે, આપણે પણ સામે બોલ્યાં હોઈશું કે એમને દુઃખ થાય
કવિ ખલીલ ધનતેજવી સાહેબની કારકિર્દી કથા. મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!”
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ આપવા આપણને મળતા રહે છે. સુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે... દુઃખ આપીશું તો એ આપણને
Mahesh R. Manjawala
તમે ક્યારેય એવી વસ્તુ કે બાબતમાં સારા એવાં સમયનું રોકાણ કર્યું છે, જેમાં પાછું વળીને જોતાં બહુ જ વ્યર્થમાં ગયું એવું અનુભવાય છે? કોઈ ઓક્શનમાં વધારે પડતો ભાવ ભરી દીધો છે? જે કામ કરવામાં તમારી ભલાઈ નથી તેની જાણ હોવા છતાં તે ચાલુ જ રાખ્યું છે? સ્ટોક
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ - ના પસંદ પર આધાર નથી રાખતું. ગમતું ને અણગમતું કૈં પણ સચવાય ને ભુલાય છે. અણગમતું ભૂલવાની મથામણમાં
Ajit Popat
ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ ગણાતા સમયમાં એક કચ્છી વેપારી પરિવારના નબીરાએ સાવ નાને પાયે સાજિંદા તરીકે કામ શરૂ કરીને ટોચના સંગીતકારોની હરોળમાં બેસી શકે એવું સંગીત પીરસ્યું એટલું જ નહીં, દરેક દાયકાના ટોચના કલાકારો સાથે સુપરહિટ સંગીત પીરસવાની સાથોસાથ, સમાજ
Dr. Prabha Atre
કિરાના ઘરાનાનાં પ્રખ્યાત ગાયિકા અને આજીવન સંગીતને સમર્પિત કલાકાર વિદુષી પ્રભા અત્રે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં અત્યંત સન્માનનીય નામ છે. શાસ્ત્રીય સંગીતમાં એમનાં અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજવામાં
દુરાગ્રહ... હઠાગ્રહ... સત્યાગ્રહ જેવા શબ્દોથી તો આપણે પરિચિત છીએ, પણ સ્વાગ્રહ એટલે શું એ તમે જાણો છો? પોતાના આગ્રહ પ્રમાણે જીવન જીવવું એ સ્વાગ્રહ અને સ્વાગ્રહ પ્રમાણે જીવનાર સ્વાગ્રહી. આપણને આ શબ્દ આપણા માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં સમજાવે છે જાણીતા
સોળમું વર્ષ કવિતામાં ખૂબ ગવાયું છે ને સમાજમાં વગોવાયું પણ છે! આ વર્ષ teenage ની મુગ્ધયાત્રાનું શિખર છે. અધૂરપની મધૂરપનો સ્વાદ માણવાનો મુકામ છે. પશ્ચિમમાં એનો અર્થ સ્વાતંત્ર્ય છે. પૂર્વમાં એનો અર્થ સમજણ છે. સોળે સાન! સ્વાતંત્ર્ય પણ સમજદારીથી શોભે.
કેટલાક તફાવતોને બાદ કરતાં આમ જોવા જઈએ તો ગઝલ અને દુહામાં ઘણું સામ્ય જોવા મળે છે. જેમ ગઝલમાં બે પંક્તિમાં ચોટદાર અભિવ્યક્તિ દ્વારા વાત કહી શકાય તેમ દુહામાં પણ બે પંક્તિમાં અસરકારક વાત કહી શકાય છે. આ સામ્યતાના લીધે જ દુહાનો પ્રકાર ગઝલકાર ભાવેશ ભટ્ટને
Darsha Kikani
પ્રવાસના અનુભવ જીવનની પરિભાષા ઘડે છે. એશિયા, અમેરિકા અને યુરોપ એમ ત્રણ ખંડના અમેરિકા, જપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપના 10 દેશોના ત્રણ પ્રવાસમાં જાણે અડધી વસુંધરા ફરી વળ્યાં હો એવી અનુભૂતિ કરાવતું આ પુસ્તક! ત્રણેય પ્રવાસમાં કેટલા બધા
ઉદયન ઠક્કર કવિ છે એટલે કવિતાના ચાહક-ભાવક તો હોય જ; ‘હસ્તાક્ષર’માં તેઓ આસ્વાદક છે. તેમણે માણેલો, જાણેલો કાવ્યનો રસાનુભવ ‘હસ્તાક્ષર’ના પાને પાને રજૂ થયો છે. જે કવિતાનાં રસસ્થાનો સામાન્ય ભાવક સુધી સરળતાથી પહોંચાડે છે. ‘હસ્તાક્ષર’માં ગીત, ગઝલ, લોકગીત,
રોજ-બ-રોજના જીવનમાં આપણે અનેક નાની-મોટી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ અને અનેકવિધ પાત્રોના સંપર્કમાં પણ આવીએ છીએ. એ ઘટનાઓ અને પાત્રોનો સપાટી પરનો રંગ જુદો છે અને અંદરના પ્રવાહોની રંગછટા જુદી છે - એ રંગછટાઓને જાણવાનો અને આ રીતે શબ્દો દ્વારા સપાટી પર
માધ્યમ ગમે તે હોય પરંતુ બે વ્યક્તિ વચ્ચે જ્યારે ‘સંવાદ’ થાય છે ત્યારે ગેરસમજણ દૂર થાય છે અને પરસ્પર વિશે તથા પોતાના વિશે પણ સમજણ પ્રગટે છે. ‘હું + તું = આપણે’ એક રીતે જોવા જાવ તો વ્હાલી આસ્થાની સિક્વલ છે. પિતાને ત્યાંથી સંવાદની સમજણ લઈને આવેલી આસ્થા
નારીજીવનની સમગ્રતાને આલેખતી સામાજિક નવલકથાઓનાં લેખિકા ધીરુબહેન પટેલની લઘુનવલ ‘હુતાશન’ એક માતાના સંતાનપ્રેમની કથા છે. કથાનાયિકા વત્સલાને પોતાના એકના એક સંતાન આશિષ માટે અનન્ય લગાવ છે. મધ્યમવર્ગીય માતાપિતા વત્સલા અને રોહિતના સંસારમાં દીકરા આશિષના લીધે
Yamini Patel
સમાજની ગુનાહિત ગલીઓમાં જઈ શબ્દનો દીવો કરનાર સાહિત્યપ્રકાર એટલે રહસ્યકથાઓ. ગુજરાતીમાં રહસ્યકથાઓના મૌલિક સર્જનની તુલનામાં વિદેશી રહસ્યકથાઓ અથવા તો ડિટેક્ટિવ વાર્તાઓનો અનુવાદ દાયકાઓથી થતો આવ્યો છે. આ જ દિશામાં એક નવું પ્રયાણ એટલે યામિનીબહેન પટેલ દ્વારા
Nandini Trivedi
નરસિંહનાં પ્રભાતિયાંથી લઈને મીરાંનાં ભજનો સુધી, મેઘાણીનાં શૌર્યગીતોથી લઈને પાનબાઈનાં ભક્તિગીતો સુધી, કૃષ્ણગીતો હોય કે વર્ષાગીતો, ગઝલ, નજમ કે ફિલ્મીગીતો, રાસગરબા કે લગ્નગીતો ગુજરાતી ગીત-સંગીતનું ફલક અસંખ્ય સુમધુર ગીતોના મેઘધનુષી રંગોથી હર્યુંભર્યું
₹775.00
લેખકની લોકપ્રિય કૉલમ ‘ઑફબીટ’નો આ પાંચમો લેખસંગ્રહ છે. નાના નાના, વાંચવાની મજા પડે એવા વિચારનો તણખો પ્રગટાવી દે તેવા 54 લેખોના આ સંચયમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. અહીં એક તરફ જે. કૃષ્ણમૂર્તિ અને ખુશવંત સિંહ છે, તો બીજી તરફ હળવું મૌલિક ચિંતન છે. ક્યાંક
ૐ રહસ્યમય અવાજ, પ્રતીક અને મંત્ર તરીકે નોંધપાત્ર પવિત્ર સ્થાન ધરાવે છે અને બૌદ્ધ, હિંદુ, અને જૈન ધર્મો તેમજ કેટલાક ગૂઢ અધ્યયન કરતાં જૂથોમાં એનો ઉપયોગ થાય છે. ભારતના અતિ પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં એનું ‘ગીત’ અથવા ‘જપ’ તરીકે અર્થઘટન કરાયું છે. ભાષા
આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે. આવા પ્રસંગો પર આપણે તો સહજ આંસુ સારી દઈએ, પરંતુ વાર્તાકાર રાજેન્દ્ર પટેલ માટે તે વાર્તાનો વિષય બને છે.કોઈ ઠોસ અનુભવથી જાગી ગયેલાં સંવેદનો રાજેન્દ્રભાઈને લખવા માટે વિવશ કરી મૂકે છે.