logo

હૅમરપૉન્ડ પાર્ક (Short Stories)

હૅમરપૉન્ડ પાર્ક

Yamini Patel

સમાજની ગુનાહિત ગલીઓમાં જઈ શબ્દનો દીવો કરનાર સાહિત્યપ્રકાર એટલે રહસ્યકથાઓ. ગુજરાતીમાં રહસ્યકથાઓના મૌલિક સર્જનની તુલનામાં વિદેશી રહસ્યકથાઓ અથવા તો ડિટેક્ટિવ વાર્તાઓનો અનુવાદ દાયકાઓથી થતો આવ્યો છે. આ જ દિશામાં એક નવું પ્રયાણ એટલે યામિનીબહેન પટેલ દ્વારા ગુજરાતીમાં અનૂદિત વિશ્વની ચુનંદા શ્રેષ્ઠ ૧૭ રહસ્યકથાઓનો આ સંગ્રહ. હાસ્યના મહારથી માર્ક ટ્વેઇન, વિજ્ઞાનના જાણકાર એચ. જી. વેલ્સ, બ્રિટનના ધૂમકેતુ ગણાતા લૉર્ડ ડન્સાની, એલ. ફ્રેન્ક, રૂથ ચેસમૅન, એન મૅકેન્ઝી‌ જેવા દિગ્ગજ વાર્તાકારોની સુપ્રસિદ્ધ વાર્તાઓના આ અનુવાદમાં માનવસ્વભાવની કાળી અને ગેબી બાજુનું પ્રતિબિંબ જોવા મળે છે. ક્યાંક ઠંડા કલેજે થનાર હાર્ડકોર અપરાધ તો ક્યાંક ભયાનક હૉરરનું તત્ત્વ ધરાવતી આ વાર્તાઓ પોતાની વિશેષ રજૂઆત પદ્ધતિ અને રહસ્યતત્ત્વના કારણે વાચકને જકડી રાખે છે. પશ્ચિમના આ પ્રચલિત સાહિત્યપ્રકારમાંથી ચૂંટીને પસંદ કરવામાં આવેલી આ વાર્તાઓના અનુવાદમાં સુગમ ભાષાશૈલી છે અને સરળ-સહજ સંવાદો છે જે દરેક વાર્તાને વધુ આસ્વાદ્ય બનાવે છે. 

₹250.00

  • Pages: 136 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Short Stories
  • Dimensions: N/A
  • Weight: N/A
scroll-top